ઝાલોદ અને મોરબીની નર્સિંગ કોર્સમાં પ્રવેશ અપાવવાની લાલચ આપી સુરતની એક મહિલા સાથે છેતરપિંડી થયાનો મામલો સામે આવ્યો છે. જીએનએમ નર્સિંગમાં એડમીશન કરાવી આપવાના બે શખ્સોએ .૨૦ હજાર મેળવી લીધા હતા. તેમજ મહિલાના શૈક્ષણિક ઓરીજિનલ પ્રમાણપત્રો પણ પરત ન આપતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવ છે.
સુરત કતારગામના ૩૫ વર્ષિય અર્ચનાબેન વડાનકરને ઓળખીતા મારફતે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મોટી મોયડી ગામના પંકજભાઈ નામના શખ્સનો સંપર્ક થયો હતો. ઓગસ્ટ-૨૦૨૪માં ઝાલોદ ખાતે મુલાકાત દરમિયાન આરોપીએ ઝાલોદની નર્સિંગ કોલેજમાં જીએનએમ કોર્સમાં પ્રવેશ અપાવવાની ખાતરી આપી હતી. આ માટે રૂ.૮૦ હજાર ફી હોવાની જણાવી શઆતમાં રૂ.૨૦ હજારની માંગણી કરી હતી. મહિલાએ ધો.-૧૦/૧૨ ના ઓરીજિનલ પ્રમાણપત્રો સહિતના શૈક્ષણિક દસ્તાવેજો સોંપ્યા હતા. તેમના પતિએ ગુગલ-પે મારફતે રૂ.૨૦ હજાર ટ્રાન્સ્ફર પણ કર્યા હતા. ત્યારબાદ પંકજકુમારે તેની સાથે કામ કરતા હોવાનુ કહી દસ્તાવેજો ગોવિંદા તાળના જયેશભાઈ ચારેલને આપવાનુ જણાવ્યુ હતુ. અર્ચનાબેને દસ્તાવેજો તેને આપ્યા હતા. જોકે ઝાલોદમાં પ્રવેશ ન થતાં મોરબીમાં એડમીશન અપાવવાની ખાતરી આપવામાં આવી હતી. ત્યાં પણ પ્રવેશ ન મળતા મહિલાએ નાણાં અને દસ્તાવેજો પરત માંગ્ય હતા. આરોપીએ રૂ.૫ હજાર પરત કર્યા પરંતુ બાકીના રૂ.૧૫ હજાર અને ઓરીજિનલ દસ્તાવેજો આજદિન સુધી પરત ન આપતા બંને આરોપીઓ વિરુદ્ધ ઝાલોદ પોલીસ મથકે છેતરપિંડી અને વિશ્ર્વાસધાતની ફરિયાદ નોંધાવી હતી.