યોગીના UPમાં હિન્દુ વિદ્યાર્થિની સાથે બળજબરી, VIDEO:મુસ્લિમ બહેનપણીઓએ બુરખો પહેરાવી કહ્યું- ઇસ્લામ કબૂલ કરવાથી નસીબ બદલાશે; ભાઈએ લગાવ્યો બ્રેઇનવોશનો આરોપ

યુપીના મુરાદાબાદમાં 5 મુસ્લિમ છોકરીએ એક હિન્દુ વિદ્યાર્થિનીને બળજબરીથી બુરખો પહેરાવ્યો. આરોપ છે કે કોચિંગમાંથી બહાર નીકળ્યા પછી તેને રસ્તા પર ઘેરી લીધી. બેગમાંથી બુરખો કાઢ્યો અને પહેરાવી દીધો. પીડિતાના ભાઈએ દાવો કર્યો કે તેની બહેનને તેની સખીઓએ કહ્યું હતું કે ઇસ્લામ કબૂલ કર, નસીબ બદલાઈ જશે. આમાં તું ખૂબ સુંદર લાગીશ.

પીડિતા અને આરોપી છોકરીઓ એક જ સ્કૂલમાં 12મા ધોરણમાં ભણે છે. બધાની ઉંમર 15-17 વર્ષની વચ્ચે છે, સાથે કોચિંગ પણ જાય છે. ઘટના 20 ડિસેમ્બરની છે, પરંતુ 22 જાન્યુઆરીએ છોકરીના ભાઈએ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી.

પોલીસે પાંચેય છોકરીઓ પર કેસ નોંધી તપાસ શરૂ કરી, તો શુક્રવારે CCTV સામે આવ્યા. મામલો બિલારી વિસ્તારના એક શેરીનો છે. પીડિત છોકરી ચૌધરી સમાજની છે.

ભાઈ બોલ્યો- ‘મારી બહેનનું બ્રેઈનવોશ કર્યું’ હિન્દુ વિદ્યાર્થિનીના ભાઈએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારી સગીર બહેન બિલારી વિસ્તારની શાહકુંજ કોલોનીમાં એક શિક્ષકના ઘરે ટ્યૂશન ભણવા જતી હતી. મારા ઘરથી 1.5 કિમી દૂર કોચિંગ છે. બાકીની પાંચેય મુસ્લિમ વિદ્યાર્થિનીઓ પણ તેની સાથે જતી હતી.

11મા ધોરણમાં આ છોકરીઓ સાથે મારી બહેનની મિત્રતા થઈ હતી. બધી શાહકુંજ કોલોની અને આસપાસની રહેવાસી હતી, તેથી સ્કૂલ અને ટ્યૂશન સાથે જતી હતી. વિદ્યાર્થિનીઓએ મારી બહેનનું બ્રેઈનવોશ કરવાનું શરૂ કરી દીધું. પાંચેય તેને વારંવાર ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે ઉશ્કેરતી રહેતી હતી. તેના મનમાં હિન્દુ ધર્મ પ્રત્યે ઘૃણા પેદા કરવાના પ્રયાસ કરતી હતી.

મારી બહેન તેમની જાળમાં ફસાઈ ગઈ. મારી બહેન ઘરવાળાઓની વાતો પણ સાંભળતી નહોતી. ના પાડવા છતાં પણ તે જ મુસ્લિમ છોકરીઓ સાથે જ સ્કૂલ અને કોચિંગ જતી હતી. 20 ડિસેમ્બરે મુસ્લિમ છોકરીઓ ટ્યૂશનમાંથી નીકળી. આ પછી રસ્તામાં મારી બહેનને બુરખો પહેરાવ્યો. બહેને મને આખી વાત જણાવી હતી.

‘ઘટના પાછળ ચોક્કસ કોઈ મોટું ષડયંત્ર’

ભાઈએ કહ્યું, “આ આખી ઘટના પાછળ ચોક્કસ કોઈ મોટું ષડયંત્ર છે. કોઈ ઇસ્લામિક સંગઠન વિદ્યાર્થિનીઓને આગળ કરીને હિન્દુ સગીર છોકરીઓને ફસાવીને ધર્મપરિવર્તનની ઝુંબેશ ચલાવી રહ્યું છે, જેની તપાસ કરીને તેની સામે કાર્યવાહી કરવી જરૂરી છે.”

ઘટના મામલે હિન્દુ સંગઠનોમાં પણ આક્રોશ

આ ઘટના સામે હિન્દુ સંગઠનોમાં પણ આક્રોશ છે. સંગઠનોએ કડક કાર્યવાહીની માગ કરી છે, જેથી શાળાઓને ધર્મપરિવર્તનના પડછાયાથી દૂર રાખી શકાય.

એસપી ગ્રામીણ કુંવર આકાશે જણાવ્યું-

QuoteImage

ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન જે પણ તથ્યો સામે આવશે એના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.