વોર્ડ નં.2 ના રહીશો દ્વારા સીવીલ એન્જીનિયરને સાથે રાખી પાલીકા પ્રમુખની હાજરીમાં ટેન્ડર કોપી આપી નવા સીસી રોડની માપણી કરી

વોર્ડ નંબર-2 ના રહીશો દ્વારા કાલોલ નગરપાલીકા ખાતે રોડ બાબતે રજુઆત બાદ આજરોજ કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા તથા પાલિકાના એન્જિનિયર અને વોર્ડ નંબર-2 ના કાઉન્સિલરો આશિષ સુથાર, જ્યોત્સનાબેન બેલદાર તેમજ મોનલ જોશીની હાજરીમાં ટેન્ડરની કોપી કાઉન્સિલરોને આપવામાં આવી જે બાદ ટેન્ડર મુજબ કામ કરવા પ્રમુખ હસમુખભાઈ મકવાણા દ્વારા કોન્ટ્રાકટરને સ્પષ્ટ સુચનાઓ આપી ઉલ્લેખનીય છે કે, વોર્ડ નંબર-2 ના શાંતિનગર અને કૃષ્ણનગર સોસાયટીના રહીશોમાં એક સીવીલ એન્જીનીયર હોવાથી માપણીના સાધનો લઈને આવ્યા હતા અને ટેન્ડર મુજબ માપણી કરવામાં આવી હતી અને તે મુજબ નિશાન પણ કરવામાં આવ્યા હતા. જે મુજબ ખોદકામ શરૂ કરવામાં આવશે તેવુ જાણવા મળેલ છે.