કાલોલ તાલુકાના મોટા કરાડા ગામના રહેવાસી વિજયસિંહ મથુરસિંહ સોલંકી એમ.જી.કંપનીમાં સિક્યોરીટી તરીકે ફરજ બજાવી ગઈ કાલે તારીખ 24-11-2025 ના રોજ સાંજના સુમારે નોકરી પર આવતા હતા.તે સમયે કાલોલ મલાવ ચોકડી પાસે ડમ્પરે ચાલકે પુરઝડપે આવી પાછળથી મોટર સાયકલ નંબર-GJ-17-BB-4277“ને ટક્કર મારતાં વિજયસિંહને બન્ને પગના ભાગે ગંભીર ઇજા થયેલ હતી અને શરીરે ઓછી વતી ઈજાઓ થયેલ તાત્કાલિક તેઓને કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલથી એસ.એસ.જી. હોસ્પિટલ વડોદરા ખાતે રીફર કરેલ છે, પરંતુ ખાનગી એમ્બ્યુલન્સમાં ગોત્રી જનરલ હોસ્પિટલ વડોદરા ખાતે લઈ જવામાં વામાં આવ્યા હતા. જ્યાં વિજયસિંહને બન્ને પગોના ભાગે ગંભીર ઇજા થયેલ હતી અને શરીરે ઓછી વતી ઈજાઓ થયેલ હતી અને વડોદરા ગોત્રી હોસ્પિટલ ખાતે દવા સારવાર માટે લઇ ગયેલ અને દવા સારવાર દરમ્યાન ફરજ પરના ડોક્ટર દ્વારા વિજયસિંહ મયુરસિંહને ચેક કરતા રાત્રીના સવા દસ વાગ્યા અરસામાં મરણ ગયેલ જાહેર કરવામાં આવ્યા હતા. જે અંગેની ફરિયાદ મરણજનાર વિજયસિંહના ભત્રીજા ધર્મેન્દ્રસિંહ વિક્રમસિંહ સોલંકી દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં ડમ્પર નંબર DD-01-C-9536ના ડમ્પર મૂકી ભાગી ગયેલા અજાણ્યા ચાલક વિરૂધ્ધમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.