વિવેક ઓબેરોય ’રામાયણ’માં વિદ્યુતજિહ્વાની ભૂમિકા ભજવવા બદલ પોતાની સંપૂર્ણ ફી કેન્સરથી પીડિત બાળકો માટે દાન કરશે

વિવેક ઓબેરોય ભારતીય સિનેમાની સૌથી અપેક્ષિત ફિલ્મોમાંની એક નિતેશ તિવારીની “રામાયણ” માં અભિનય કરવા માટે તૈયાર છે. રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી અભિનીત, તે રાવણની બહેન શૂર્પનખાના પતિ વિદ્યુતજિહ્વાની ભૂમિકા ભજવશે. જાકે, વિવેક ઓબેરોય હવે ફક્ત તેની ફિલ્મ જ નહીં, પરંતુ તેની ઉદારતા માટે પણ સમાચારમાં છે.

અભિનેતાના ઉમદા નિર્ણયે લોકોના દિલ જીતી લીધા છે. તેણે આ ફિલ્મ માટે તેની સંપૂર્ણ ફી કેન્સરથી પીડિત બાળકો માટે દાન કરવાનો નિર્ણય લીધો છે.વિવેક ઓબેરોયે કહ્યું, “મેં નિર્માતા નમિત મલ્હોત્રાને કહ્યું હતું કે હું આ માટે એક પણ પૈસો લેવા માંગતો નથી. હું તેને એક એવા હેતુ માટે દાન કરવા માંગુ છું જેમાં હું વિશ્વાસ કરું છું. હું મારી સંપૂર્ણ ફી કેન્સરથી પીડિત બાળકોને દાન કરવા માંગુ છું.” મેં તેમને કહ્યું કે હું તમને ટેકો આપવા માંગુ છું કારણ કે મને તમારું કામ ગમે છે અને મને લાગે છે કે તે ભારતીય સિનેમાને મોટા પાયે વૈશ્વક સ્તરે લઈ જશે.

આ પ્રોજેક્ટ વિશે વાત કરતા, વિવેક ઓબેરોયે નિર્માતા નમિત મલ્હોત્રા અને દિગ્દર્શક નિતેશ તિવારીના વિઝનની પ્રશંસા કરી, ‘રામાયણ’ને ભારતીય સિનેમા માટે એક વળાંક ગણાવ્યો. ઓબેરોયે ન્યૂઝ આઉટલેટને કહ્યુંઃ “નમિત અને નિતેશ જે કરી રહ્યા છે તે ખરેખર ભારતીય સિનેમાને વૈÂશ્વક મંચ પર લઈ જઈ રહ્યા છે. રામાયણ એ હોલીવુડની સૌથી મોટી ફિલ્મોનો ભારતનો જવાબ હશે.

તેઓ એક એવી કંપની સાથે કામ કરી રહ્યા છે જેણે વીએફએકસમાં સાત કે આઠ ઓસ્કાર જીત્યા છે. વૈશ્વક મંચ પર ભારતીય મૂળની એક મહાન વાર્તા રજૂ કરવી એ આનાથી વધુ યોગ્ય કંઈક હોઈ શકે નહીં. તેના પર કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો હતો. હું ખૂબ જ ખુશ હતો અને આખી ટીમ – નમિત, નિતેશ, યશ અને રકુલ પ્રીત સિંહ સાથે કામ કરવાની ખૂબ મજા આવી.” શૂટિંગના હજુ થોડા દિવસો બાકી છે.”રામાયણ” ઉપરાંત, અભિનેતા “મસ્તી ૪” માં જાવા મળશે. તે પ્રભાસ સાથે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ “સ્પરિટ”નું શૂટિંગ પણ કરી રહ્યો છે.