
વિરપુર-બાલાસિનોર માર્ગ પર આવેલા વરધરા પુલ નીચેથી પસાર થતી લાવરી નદીનો પટ હાલમાં જંગલી વનસ્પતિ અને ગંદકીના ભરડામાં જોવા મળી રહ્યો છે. નદીના પટમાં મોટા પ્રમાણમાં ઉગી નીકળેલા ઉંચા જંગલી ધાસ, નળખાગરા પ્રકાની વનસ્પતિ તથા ઝાડી-ઝાંખરાઓ જાણે નદીના અસ્તિત્વને જ ઢાંકી દીધુ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
નદીમાં દેખાતી વનસ્પતિ મુખ્યત્વે ઉંભી ઉગતી જંગલી ધાસ અને સરકંડા જેવી પ્રજાતિની હોવાનુ લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે. ચોમાસા દરમિયાન પાણીના ૫્રવાહને અસર થાય છે. બીજી તરફ પુલ નજીક નદીના પટમાં પ્લાસ્ટિકની થેલીઓ, પુજાપાનો કચરો અને અન્ય ધનકચરો પણ દેખાઈ રહ્યો છે.જેથી જંગલી વનસ્પતિ અને કચરાના કારણે પાણીના કેટલાક ભાગોમાં ગંદકી જમાં થવાની સ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહે છે તો મચ્છરોનો ઉપદ્રવ અને દુર્ગંધની સમસ્યા પણ વકરી શકે છે. આ બધુ જોતા પર્યાવરણ પ્રેમીઓમાં પણ નિરાશા વ્યાપી છે. એક તરફ નદીઓના સંરક્ષણ અને જળસંચય માટે વિવિધ અભિયાનો ચલાવવામાં આવે છે ત્યારે બીજી તરફ લાવરી નદીના પટની આ સ્થિતિ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કરી રહી છે. સ્થાનિક લોકોની માંગ છે કે, સંબંધિત સરકારી વિભાગ દ્વારા સ્થળની તકનીકી તપાસ કરાવી નદીના પટમાંથી બિનજરી જંગલી વનસ્પતિ, કચરો અને ઝાડી-ઝાંખરાઓની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી સ્થિતિનુ પુનરાવર્તન ન થાય તે માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે અને લાવરી નદીને ગંદકી અને જંગલી વનસ્પતિના ભરડામાંથી મુકત કરી તેનુ કુદરતી સ્વપ અને સ્વચ્છતાં જાળવણી તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.