હાલોલ-પાવાગઢ બાયપાસ રોડ પર રહેણાંક વિસ્તારની વચ્ચે ધમધમી રહેલા પ્લાસ્ટિક વેસ્ટના ગેરકાયદે સ્ક્રેપના બે ગોડાઉનમાં ભીષણ આગની ધટના બનતા સમગ્ર વિસ્તારમાં અફરા તફરી અને ભયનો માહોલ ફેલાયો હતો. ગોડાઉનમાં કેમિકલયુકત પ્લાસ્ટિક અને વેસ્ટ મટીરીયલનો મોટો જથ્થો હોવાને લઈ આગે વિકરાળ સ્વપ ધારણ કર્યુ હતુ.ધટનાની જાણ થતાં જ હાલોલ, કાલોલ તેમજ આસપાસની ખાનગી કંપનીઓના ફાયર ફાઈટરો તાત્કાલિક ધટના સ્થળે દોડી આવ્યા હતા. અને ફાયર જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવાની સઘન કામગીરી શ કરાઈ હતી. કમ્નસીબે ફાયર ફાઈટરોએ આગ લાગેલા ગોડાઉન સુધી પહોંચવામાં રસ્તા પર સ્ક્રેપના ઢગલા ખડકેલા હોવાથી મોટી અડચણ ઉભી થતાં આગ વધુ પ્રસરી ગઈ હતી. આકાશમાં દુર દુર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળતા નગરજનો અને આસપાસના રહેવાસીઓના શ્ર્વાસ અદ્ધર થઈ ગયા હતા. હાલ તો આગ લાગવાનુ ચોકકસ કારણ જાણી શકાયુ નથી. અને તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સદ્નસીબે આ ધટનામાં કોઈ જાનહાનિ થવાના અહેવાલો નથી. પરંતુ આર્થિક રીતે મોટુ નુકસાન થયુ હોવાનુ અનુમાન છે.