સંજેલી પંચાયતમાં સામાન્ય વર્ગની સીટ ફાળવવા માંગ

સંજેલી ગ્રામ પંચાયતની આગામી ચુંટણીમાં સામાન્ય વર્ગની સીટ ફાળવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. છેલ્લા ૨૫ વર્ષથી સંજેલી ગ્રામ પંચાયતમાં સરપંચ માટે સતત એસ.ટી. સીટ જ ફાળવવામાં આવે છે. જેના કારણે સામાન્ય વર્ગના ઉમેદવારોને ચુંટણી લડવાની તક જ મળતી નથી. ગામના લોકોનુ કહેવુ છે કે, રોટેશન પદ્ધતિ મુજબ દર વખતે અલગ અલગ વર્ગને તક મળવી જોઈએ. પરંતુ સંજેલીમાં ૨૫ વર્ષથી એક જ પદ્ધતિ ચાલતી આવતા સામાન્ય વર્ગના મતદારો અને ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી છે. વોર્ડ રચનામાં પણ અન્યાય સરપંચની માત્ર સીટ જ નહિ. વોર્ડ રચનામાં પણ મોટી અસમાનતા જોવા મળી રહી છે. કેટલાક વોર્ડમાં માત્ર ૩૦૦ મતદારો છે તો કેટલાક વોર્ડમાં ૮૦૦થી વધુ મતદારો છે. જેના કારણે ૩૦૦ મતદારો વાળા વોર્ડનો ઉમેદવારો ઓછા મતથી જીતી જાય છે. જયારે ૮૦૦ મતદારોવાળા વોર્ડના ઉમેદવારે વધારે મહેનત કરવી પડે છે. આ અસમાનતાથી ઉમેદાવારોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.