વિજય સરકારે વિરોધ સામે ઝૂકીને મુખ્યમંત્રીના જ્યોતિષી રિકી રાધન પંડિતની ઓએસડી તરીકે નિમણૂક રદ કરી

વિપક્ષી પક્ષોએ આ નિમણૂક પર સરકારની આકરી ટીકા કરી હતી

તમિલનાડુની ટીવીકે સરકારે જ્યોતિષી રિકી રાધન પંડિતની મુખ્યમંત્રી સી. જોસેફ વિજયના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (ઓએસડી) તરીકે નિમણૂક રદ કરી છે. વ્યાપક વિરોધ અને રાજકીય ટીકા બાદ તેમની નિમણૂકના એક દિવસ પછી જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સરકારના મુખ્ય સચિવે ૧૩ મેના રોજ એક આદેશ જારી કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે રિકી રાધન પંડિતની ઓએસડી તરીકેની નિમણૂક તાત્કાલિક અસરથી પાછી ખેંચી લેવામાં આવે છે. રિકી રાધન પંડિત માત્ર જ્યોતિષી જ નથી પરંતુ ટીવીકે પાર્ટીના પ્રવક્તા પણ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ મુખ્યમંત્રીના નજીકના સહયોગી હતા.

વિપક્ષી પક્ષોએ આ નિમણૂક પર સરકારની આકરી ટીકા કરી. એઆઈએડીએમકે રાજ્યસભાના સાંસદ આઈએસ ઇન્બાદુરાઈએ સોશિયલ મીડિયા પર કટાક્ષમાં લખ્યું હતું કે જ્યોતિષી પોતાના ભાગ્યની આગાહી કરવામાં નિષ્ફળ ગયા અને વિજય સરકાર ખરાબ સમયનો સામનો કરી રહી છે. દરમિયાન, ડીએમકેના પ્રવક્તા ટીકેએસ એલંગોવને કહ્યું કે જ્યોતિષી ફક્ત આગાહીઓ કરી શકે છે, પરંતુ સરકાર ચલાવવા માટે એક સલાહકારની જરૂર હોય છે જે નિયમો અને સત્તાઓને સમજે છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી પોતાના પક્ષ કરતાં જ્યોતિષ પર વધુ વિશ્વાસ કરે છે.

આ મુદ્દાએ વિધાનસભામાં પણ હોબાળો મચાવ્યો. ડીએમકેના સાથી એમજેકેના પ્રમુખ થમ્મુન અન્સારીએ કહ્યું કે સરકારી કામમાં જ્યોતિષીય સૂત્રો સામેલ ન થવા જાઈએ. વ્યક્તિગત માન્યતાઓ એક વાત છે, પરંતુ તેનો ઉપયોગ સરકારી કામમાં ન થવો જાઈએ. ડીએમડીકેના મહાસચિવ પ્રેમલથા વિજયકાંતે પણ નિમણૂકની સખત નિંદા કરી.

આ વિવાદો વચ્ચે, ટીવીકે સરકારે બુધવારે વિધાનસભામાં પોતાનો બહુમતી સાબિત કર્યો. ફ્લોર ટેસ્ટ દરમિયાન, સરકારને ૧૪૪ ધારાસભ્યોનું સમર્થન મળ્યું. જાકે પાર્ટી અને તેના સાથી પક્ષો પાસે ગૃહમાં ૧૨૦ ધારાસભ્યો હતા, પરંતુ સરકારે બળવાખોર એઆઈએડીએમકેના ધારાસભ્યોના સમર્થનથી આ જીત મેળવી