વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોનો સરકારને અઅલ્ટિમેટમ, રાજસ્થાન જેવું ૪ ગણું વળતર નહીં મળે તો આંદોલન

મોરબી જિલ્લાના જેતપર ગામેથી વીજપોલ અને વીજ કોરિડોરના વળતર મુદ્દે ખેડૂતો ફરી એકવાર આંદોલન માટે સજ્જ બન્યા છે. વિવિધ જિલ્લાઓના ખેડૂત આગેવાનો અને સરપંચોની બેઠકમાં આગામી “આંદોલન પાર્ટ-૩” માટેની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોનું કહેવું છે કે જા તેમની જમીનમાં ઊભા થતા વીજ થાંભલા માટે યોગ્ય વળતર નહીં મળે તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે.

જેતપર ગામે યોજાયેલી બેઠકમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નર્મદા, સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, આણંદ, ભરુચ, સુરત, મહેસાણા અને બનાસકાંઠા સહિત અનેક જિલ્લાઓના ખેડૂત પ્રતિનિધિઓ અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં ખેડૂતોના હિત માટે આગળની લડત કેવી રીતે ચલાવવી અને વધુ અસરકારક રીતે વળતર મેળવવા માટે કઈ રણનીતિ અપનાવવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.ખેડૂત આગેવાનોનું કહેવું છે કે રાજસ્થાનમાં વીજપોલ અને વીજ કોરિડોર માટે ખેડૂતોને વધુ દરે વળતર આપવામાં આવે છે. ગુજરાતમાં પણ તે જ ધોરણ લાગુ કરવું જાઈએ અને ચાર ગણું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.તેમણે રાજ્ય સરકારના તાજેતરના વળતર સંબંધિત પરિપત્રને અપૂરતો ગણાવી વધુ યોગ્ય વળતરની માંગ કરી છે.બેઠક દરમિયાન કેટલાક ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે જા પૂરતું વળતર નહીં મળે તો ખેડૂતો પોતાની જમીનમાં નવા વીજ થાંભલા ઊભા કરવા વિરોધ કરશે.આગામી દિવસોમાં જિલ્લા, તાલુકા અને ગામ સ્તરે સમિતિઓ રચીને આંદોલનને વધુ વ્યાપક બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવશે.આંદોલન સમિતિના સભ્યોના જણાવ્યા મુજબ, આગામી તબક્કામાં સમગ્ર રાજ્યમાં ખેડૂતોને સંગઠિત કરીને આયોજનબદ્ધ રીતે આંદોલન ચલાવવામાં આવશે. સરકાર સાથે ચર્ચા દ્વારા ઉકેલ ન આવે તો આગામી કાર્યક્રમો જાહેર કરવામાં આવશ