
કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં બહુ ચર્ચિત મનરેગા કૌભાંડ માં ભ્રષ્ટાચારી બાબુઓ માં ફફડાટ ફેલાયો વેજલપુર મનરેગા યોજના હેઠળ થયેલા ૨૫ કામો પૂર્ણ કર્યા વિના મટીરીયલ સામગ્રી અને વેતન ના નાણાં ચૂકમનું થઈ જતા કાલોલ તાલુકા પંચાયત સીટ ૨૩ વેજલપુરના અપક્ષ સભ્ય સલીમભાઈ કઠીયા દ્વારા પંચમહાલ જીલ્લા કલેકટર સહિત વિવિધ કચેરીઓમાં પુરાવા સાથે લેખિત આવેદનપત્રો આપી નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી હતી. જેથી જીલ્લા વિકાસ અધિકારી દ્વારા ગોધરા તાલુકા વિકાસ અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી. જેથી ગોધરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ ટીમની રચના કરી અરજદારને સાથે રાખી તારીખ ૨૫/૧૧/૨૦૨૫ ના રોજ મનરેગાના ૨૫ કામોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગંભીર રીતે ભ્રષ્ટાચાર થયો હોવાની વિગતો સામે આવી હતી. તપાસ ટીમને તપાસ કર્યાને બે મહિના કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા તપાસ ટીમ સામે શંકાની સોય જેવા સવાલો ઉભા થયા હતા અને ભ્રષ્ટાચારી બાબુઓને બચાવવાનો પ્રયાસ થતો હોય તેવું લાગી રહયું છે. જેના કારણે ભ્રષ્ટાચારી બાબુઓ પુરાવાનો નાશ કરવા મનરેગા યોજનામાં અગાઉ રેકડ ઉપર થયેલા કામો સ્થળ ઉપર યુધ્ધના ધોરણે સામગ્રી અને વેતન નું ચૂકમનું થઈ ગયેલ કામો પૂર્ણ શ કરી દીધા છે અને તેઓનો ભ્રષ્ટાચાર બહાર ન આવે તે માટે ધમપછાડા કરી ભ્રષ્ટાચાર ઉપર ઢાંક પીછોડા શ કરતાં તાલુકા પંચાયત સભ્ય સલીમ મહમદ કઠીયા દ્વારા સોગંદનામા સાથે લેખિત રજુઆત કરવામાં આવી છે. બીજી તરફ વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ થકી ગામડા અને શહેરોમાં વિવિધ પ્રકારના યોજના થકી ગ્રાન્ટોની ફાળવણી કરી ગતિશીલ ગુજરાતની વાતો કરે છે. ત્યારે તેઓના તાબા હેઠળના અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરી ગતિશીલ ગુજરાતના ધજાગરા ઉડાવી રહયા છે અને સ્થળ ઉપર વિકાસના કામો થાય કે ન થાય પણ અધિકારીઓ દ્વારા ઓફીસ કચેરીઓમાં બેસી બિલો પાસ કરવામાં આવે છે તેવી જ રીતે વેજલપુર ગામમાં મનરેગા યોજના હેઠળના ૨૫ કામોમાં સી.સી. રોડ માટી મેટલ અને પેવરબ્લોકના બિલો સ્થળ નિરીક્ષણ કર્યા વિના પાસ કરી દેવામાં આવ્યા છે. જેને લઈ વેજલપુર ગામમા મનરેગાનો મુદ્દો બહુ ચર્ચિત બનવા પામ્યો છે અને ભ્રષ્ટાચારી બાબુઓ દ્વારા અગાઉના કામો પૂર્ણ શ કરતાં અને અરજદારને જૂઠો સાબિત કરવાના પ્રયાસો કરતા અરજદાર દ્વારા સોગંદનામા સાથે લેખિત ફરિયાદ કરવામાં આવી છે. જેથી હવે જોવું એ રહયું કે, ઉચ્ચકક્ષા દ્વારા ભ્રષ્ટાચારી બાબુઓ સામે ક્યાં પ્રકારના પગલાં લેવામાં આવશે તે જોવું રહયું.