કાલોલ તાલુકાના મલાવ ગામે ટેકરા ફળીયામાં રહેતા આરોપીઓ પટેલ મૌલિકકુમાર કનુભાઇ, પટેલ ત્રિભોવનદાસ રામાભાઇ એક બીજાની મદદગારીથી પોતાના મકાનમાં ગાંજાનો જથ્થો રાખેલ છે. તે સ્થળે એસ.ઓ.જી. પોલીસે રેઈડ કરી ગાંજાના ૫૧૦૦ ગ્રામ કિંમતરૂ.૫૧,૦૦૦/-ના તેમજ વજન કાંટો રોકડ મળીકુલ રૂ૭૮,૧૪૦/-ના મુદ્દામાલ સાથે મૌલિક પટેલને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બાબતે કાલોલ પોલીસે તપાસ કરી ચાર્જશીટ રજુ કરી હતી. આ કેશ પાંચમાં એડી.સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા આરોપીને પાંચ વર્ષની સજા અનેરૂ .૫૦,૦૦૦/-નો દંડ ફટકારવામાં આવ્યો છે.
કાલોલ તાલુકાના મલાવ ગામે ટેકરા ફળીયામાં રહેતા આરોપીઓ પટેલ મૌલિકકુમાર કનુભાઇ, પટેલ ત્રિભોવનદાસ રામાભાઇ એ એકબીજાની મદદગારીથી પોતાના કબ્જાના મકાનમાં ગાંજાનો જથ્થો રાખેલ છે. તેવી બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસે રેઈડ કરી હતી અને ગાંજાનો જથ્થો વજન ૫૧૦૦ ગ્રામ કિંમત રૂ ૫૧,૦૦૦/- તથા રોકડરૂ.૨૭,૦૪૦/-, ડીજીટલ કાંટો, માઈક્રો પ્લાસ્ટીક મળી કુલ રૂ.૭૧,૮૪૦/-ના મુદ્દામાલ સાથે પટેલ મૌલિક કનુભાઇને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે પટેલ ત્રિભોવનદાસ રામાભાઇ હાજર મળી આવ્યા ન હતા.આ બાબતે કાલોલ પોલીસ મથકે એન.ડી.પી.એસ.એકટ ૧૯૮૫ની કલમ ૮(સી),૨૦(બી),૨૯ મુજબ ફરિયાદ આપી હતી અને પોલીસે ચાર્જશીટ કોર્ટમાં રજુ કરેલ હતી. આ કેશ પાંચમા એડી.સેશન્સ જજ વી.વી.મોઢેની કોર્ટમાં ચાલી જતાં રેકર્ડ ઉપરના પુરાવા અને સરકારી વકીલ આર.ડી.શુકલના ફરિયાદી પંંચોની જુબાની આધારે વિગતવાર દલીલો કરી હતી. દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી પટેલ મૌલિક કનુભાઇને પાંચ વર્ષથી સજા અને રૂ.૫૦,૦૦૦/-નો દંડ ફટકારવામાં આવ્યો છે.