ગોધરા શહેર અગામી તહેવાને ઘ્યાને લઈ સફાઈ, રોડ-રસ્તા અને પાણીની સમસ્યા ઉકેલવા કોંગ્રેસ લધુમતિ વિભાગે જીલ્લા સેવા સદન ખાતે આવેદન આપ્યું

પંચમહાલ જીલ્લા કોંગ્રેસના લધુમતિ વિભાગે ગોધરા શહેરમાં અગામી રમજાન માસ અને હોળી-ધુળેટીના તહેવારો આવતા હોય ત્યારે તહેવારો પૂર્વ સફાઈ,રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ અને પીવાના પાણીની મુળભુત સુવિધાઓ સુધારવા માટે જીલ્લા સેવા સદન ખાતે આવેદન આપી રજુઆત કરાઈ છે.

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિના લધુમતિ વિભાગના નેતૃત્વ હેઠળ ઈમ્તીયાઝ સુઝેલાએ તંત્ર સમક્ષ રજુઆત કરી હતી કે, ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તાઓ ખખડધજ હાલતમાં છે. થોડો સમય પહેલા રોડના નવિનીકરણમાં ગુણવત્તાના અભાવે ડામર ઉખડી ગયો છે અને રોડ ઉપર ખાડાઓ પડતા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે તપાસ કરી જાહેર નાણાંના દુરઉપયોગ અટકાવવા તાત્કાલીક પગલા ભરવા માંગ કરાઈ છે. જેને કારણે અસુરક્ષાના લાગણી પ્રવૃતિ રહી છે. ત્યારે સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં આવે, પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે, પીવાનું શુદ્ધ પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે, શહેરના અનેક વિસ્તારોમાં કચરો અને ગંદકી હોવાને લઈ રોગચાળો ફેલાવાની શકયતા રહેલી છે. જાહેર રસ્તાઓ ઉપર ઉડતી ધુળની ડમરીઓ નાગરિકોના માટે જોખમી છે. ત્યારે આગામી સમયમાં તહેવારો, શાળા કોલેજની પરીક્ષાઓ, લગ્ન અને ધાર્મીક પ્રસંગો આવતા હોય ત્યારે મૂળભુત સમસ્યાનો નિકાલ આવે તેવી માંગ આવેદનમાં કરવામાં આવીછે.