ગોધરા શામળાજી નર્સીંગ કોલેજમાં ત્રીજા વર્ષમાં પરમાર શરવી ફર્સ્ટ રેન્ક મેળવતા સન્માન

ગોધરાની પરમાર શરવીએ શ્રી શામળાજી નર્સિંગ કોલેજ, ગોધરાના ત્રીજા વર્ષમાં ફર્સ્ટ રેન્ક હાંસલ કરતા કોલેજના ટ્રસ્ટી ધ્વારા સન્માન કરવામાં આવ્યું

શ્રી શામળાજી નર્સિંગ કોલેજ, ગોધરા ખાતે GNM કોર્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી ગોધરા શહેરની પરમાર શરવી ધર્મેન્દ્ર કુમારે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરતા ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે. ત્યારે શ્રી શામળાજી નર્સિંગ કોલેજના વાઇસ પ્રેસિડેન્ટ અને ટ્રસ્ટી ડો.વિશાલકુમાર સોની ધ્વારા કોલેજના એન્યુઅલ ડે ની ઉજવણી નિમિતે શરવી પરમાર ને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન મળતા પરમાર શરવી એ પોતાના માતા-પિતા, સમાજ અને કોલેજનું નામ રોશન કરી ગૌરવ વધાર્યું હતું. જેથી તેઓને સૌ કોઈ એ અભિનંદન પાઠવ્યા હતા.