વડોદરા નજીક ફિટનેસ સેન્ટરનું કૌભાંડ સામે આવ્યું, ૨૯ વાહનોને ખોટા સટફિકેટ

વડોદરા નજીક સાંકરદા ગામમાં આવેલા એમડી મોટર્સ ફિટનેસ સેન્ટરનું લાઇસન્સ ખોટા ફિટનેસ સટફિકેટ આપવા બદલ છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે ઓપરેટરે ૨૯ વાહનોને ખોટા ફિટનેસ સટફિકેટ આપ્યા હતા. આ ખોટા સટફિકેટ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં નોંધાયેલા વાહનો જોયા વિના પણ આપવામાં આવ્યા હતા. એમડી મોટર્સનું નિરીક્ષણ કર્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી.

એવું પણ જાણવા મળ્યું છે કે ખોટા સટફિકેટ ધરાવતા મોટાભાગના વાહનો રાજ્ય બહારના છે. અન્ય વાહન ફિટનેસ સેન્ટરોમાં પણ ગેરરીતિઓ થઈ રહી હોવાની શંકા છે. લોકોએ અન્ય સેન્ટરો સામે પણ તપાસ અને યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.

હાલમાં, વડોદરામાં પાંચ ખાનગી ફિટનેસ સેન્ટર કાર્યરત છે. ૧,૦૦૦ ની ફિટનેસ ફી વસૂલવામાં આવે છે, પરંતુ ખોટા સટફિકેટ માટે હજારો રૂપિયા વસૂલવામાં આવતા હતા. ખાનગીકરણને કારણે, આ સેન્ટરો કમિશનર ઓફિસ હેઠળ આવે છે, તેથી સ્થાનિક પ્રાદેશિક ઓફિસ સીધી કાર્યવાહી કરી શક્તી નથી.