વાડીમાં કપડાં કાઢીને ભરી બાથ’, મોરબીમાં ’ખુશી’એ ખેડૂતને હનીટ્રેપમાં ફસાવીને ૫૧ લાખ પડાવ્યાં

મોરબીમાં હનીટ્રેપમા ખેડુતને ફસાવી ૫૩ લાખ પડાવાના ગુનામાં હનીટ્રેપના આરોપીઓ પાસેથી સોનાના બિસ્કીટ તથા સોનાનો ચેઇન તથા ગુન્હામા વપરોલ વાહનો કબ્જે કરી પાંચ આરોપીઓને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.

ભોગબનનારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ લખાવતા જણાવ્યું હતું કે ફરીયાદિની વાડીએ મજુરની જરૂરત હોય જેથી આરોપી પાંચાભાઇ કાનજીભાઇ માણસુરીયાને વાત કરતા આરોપીઓએ કાવત્રુ રચી આરોપી પાંચાભાઇએ અન્ય આરોપીઓ મારફતે આરોપી મહીલાનો ફરીયાદીને કોન્ટેક કરાવી આપતા આરોપી મહીલા ફરીયાદીની વાડીએ મજુરી માટે તેની વાડીએ આવી ફરીયાદી સાથે બેઠેલ હતી.

દરમ્યાન તુરંત જ સહ આરોપીઓ ફરીયાદિની વાડીએ આવી ફરીયાદિના મહીલા આરોપી સાથેના ફોટા વીડીયો ઉતારી ફરીયાદીને ખોટી છેડતી બળાત્કારની ફરીયાદની તથા મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને લાફા મારી ફરીયાદી પાસે એક કરોડ અગ્યાર લાખની માંગણી કરી તે પૈકી ફરીયાદી પાસેથી ૧૦૦ ગ્રામના -૪ (ચાર) સોનાના બીસ્કીટ કિ.રૂ.૫૦,૦૦,૦૦૦/-(પચાસ લાખ) તથા સોનાનો અઢી તોલાનો ચેઇન કિ.રૂ.૨,૫૦૦૦૦/- તથા રોકડા રૂ.૧,૦૦,૦૦૦/- ફરી. પાસેથી કુલ મુદામાલ રૂ.૫૩,૫૦,૦૦૦/-નો બળજબરી પુર્વક કઢાવી લઇ વધુ રૂપીયા કઢાવવા માટે ફરીયાદીનુ અપહરણ કરી લઇ જઇ ગોંધી રાખવા અંગેનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ હતો.

જીલુભાઇ વિહાભાઇ પરસાડિય રહે(પાળીયાદ, ગામ: તુરખા, તા.જિ.બોટાદ)

મુકેશભાઇ મફાભાઇ આલ રહે.દશામાતાજીના મંદીર પાસે, જી.સુરેન્દ્રનગર

કરણભાઈ દેવરાજભાઈ વરૂ (રહે.નવા બસ્ટેશન પાછળ, જી.મોરબી)

પાંચાભાઈ કાનજીભાઈ માણસુરીયા (રહે, તીથવા ગામ તા.વાંકાનેર)

દેવાંગભાઇ હરજીભાઇ વેલાણી (રહે.આનંદધામ સોસાયટી, બોટાદવાળા)

પોલીસે કબ્જે કરેલ મુદ્દામાલ ૩ સોનાના બિસ્કીટ તથા સોનાની ચેઇન,ગુનામાં વપરાયેલી ૨ સ્વિટ કાર અને ૧ સ્કૂટર,મોબાઇલ નંગ-૬ કુલ રૂ.૫૧,૧૧,૦૦૦/- નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.

આમ હેનીટ્રપની આ ઘટનામા સંડોવાયેલા પાંચ સભ્યોને ઝડપી પાડવામાં મોરબી સિટી એ ડીવીઝન પોલીસને સફળતા મળી છે. આ ગુનામાં મનીષ ગારીયા, રમેશ હાડગરડા અને એક અજાણી મહિલાને પકડવા માટે તજવીજ ચાલુ છે.