ઉત્તર પ્રદૃેશના નોઈડાના એન્જિનિયરના મૃત્યુ કેસમાં બિલ્ડર અભય કુમારની ધરપકડ

નોઈડાના સેક્ટર ૧૫૦ માં એક એન્જિનિયરના મૃત્યુ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક પોલીસ સ્ટેશને નામાંકિત બિલ્ડર અભય કુમારની ધરપકડ કરી છે. અભય કુમાર નોલેજ પાર્ક વિસ્તારમાં સ્થિત રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ એમઝેડ વિસ્ટાટાઉનના માલિક છે. એન્જિનિયરના મૃત્યુની આસપાસના સંજોગોની તપાસ બાદૃ આ ધરપકડ કરવામાં આવી છે, જેમાં બિલ્ડર કથિત રીતે સંડોવાયેલો હતો.

આ દૃુ:ખદૃ ઘટના બાદૃ, બે રિયલ એસ્ટેટ ડેવલપર્સ વિરુદ્ધ એફઆઇઆર દૃાખલ કરવામાં આવી હતી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ કેસની તપાસ કરી રહી છે. એસઆઇટી ટીમ મંગળવારે ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક રહેવાસીઓએ ડેવલપર્સ પર અકસ્માત સ્થળે બેદૃરકારી અને સલામતીના પગલાંનો અભાવ હોવાનો આરોપ લગાવ્યો છે.

૨૭ વર્ષીય સોટવેર એન્જિનિયર યુવરાજ મહેતાનું શુક્રવારે સેક્ટર ૧૫૦ માં ૨૦ ફૂટથી વધુ ઊંડા પાણીથી ભરેલા ખાડામાં કાર પડી જવાથી મૃત્યુ થયું હતું. આ ઘટના બાદૃ, નોઇડા ઓથોરિટીએ એક જુનિયર એન્જિનિયરને બરતરફ કર્યા છે અને વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટે જવાબદૃાર અન્ય અધિકારીઓને કારણ બતાવો નોટિસ જારી કરી છે.

ઉત્તર પ્રદૃેશ સરકારે સોમવારે આઇએએસ અધિકારી અને નોઇડા ઓથોરિટીના સીઇઓ લોકેશ એમ.ને એન્જિનિયરના આકસ્મિક મૃત્યુ અંગે વધતા પ્રશ્ર્નો વચ્ચે હટાવ્યા હતા. સોટવેર એન્જિનિયર યુવરાજ મહેતાના મૃત્યુ બાદૃ બચાવ પ્રયાસોમાં બેદૃરકારી અને વિલંબના આરોપો વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું હતું કે યુવરાજ મહેતા ગુરુગ્રામ સ્થિત એક કંપનીમાં કામ કરતા હતા અને કામ પરથી ઘરે પરત ફરી રહૃાા હતા. ફાયર વિભાગ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન બાદૃ તેમનો મૃતદૃેહ મળી આવ્યો હતો.