તુમ રહે ના તુમઃ જીમી શેરગીલ અને દિવ્યા દત્તાની ફિલ્મ ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં ધૂમ મચાવશે

જીમી શેરગીલ અને દિવ્યા દત્તા તેમની ફિલ્મ “તુમ રહે ના તુમ” સાથે ચર્ચામાં આવ્યા છે. આ મનોવૈજ્ઞાનિક કૌટુંબિક નાટકનું વર્લ્ડ પ્રીમિયર ૧૦ ઓક્ટોબરે ટોરોન્ટોમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ સાઉથ એશિયા ખાતે થશે. આ ફિલ્મ “ગાલા પ્રીમિયર” તરીકે પ્રદર્શિત થશે.આ ફિલ્મ સ્વીડિશ નાટ્યકાર ઓગસ્ટ સ્ટ્રીંન્ડબર્ગના પ્રખ્યાત નાટક “ધ ફાધર” પર આધારિત છે.

તે સમકાલીન ભારતીય પરિવારમાં નાટકના મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક પાસાઓની પુનઃકલ્પના કરે છે. ઉત્તરાખંડના એક પહાડી શહેરમાં સેટ કરેલી આ ફિલ્મ એક પતિ-પત્નીની વાર્તા કહે છે જેમની પુત્રીના ભવિષ્ય માટેનો ઝઘડો ગંભીર સંઘર્ષમાં ફેરવાઈ જાય છે.

“તુમ રહે ના તુમ” મુખ્યત્વે શક્તિ, વારસો, માતાપિતાની અપેક્ષાઓ અને બાળકનું ભવિષ્ય નક્કી કરવાના અધિકાર જેવા મુદ્દાઓને સંબોધે છે. તે એ પણ બતાવે છે કે પિતૃસત્તા, અસુરક્ષા અને ભાવનાત્મક ઘા પરિવારને કેવી રીતે બદલી શકે છે.આ ફિલ્મ પ્રેમ મોદી દ્વારા દિગ્દર્શિત છે. જીમી શેરગિલ અને દિવ્યા દત્તા મુખ્ય ભૂમિકામાં છે.

તનિષ્કા તિવારી, હર્ષ છાયા, ઝરીના વહાબ અને રાજેશ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે. તેનું નિર્માણ ફેનેટિકલી ફિલ્મી પ્રાઇવેટ લિમિટેડના બેનર હેઠળ વિન્ની ચાવલા, વૃંદા ચાવલા અને સોનુ કાત્યાલ દ્વારા કરવામાં આવ્યું છે.પટકથા રાકેશ કુમાર ત્રિપાઠી દ્વારા લખવામાં આવી છે. વિક્રમજીત રોય એક્ઝિક્યુટીવ પ્રોડ્યુસર છે, જ્યારે દીપંકર ‘જાજા’ ચાકી એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર અને સાઉન્ડ ડિઝાઇનર છે.

આઇએફએફએસએ ટોરોન્ટોએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ‘તુમ રહે ના તુમ’ ના પ્રીમિયરની જાહેરાત કરી છે.આઇએફએફએસ ટોરોન્ટો ખાતે ફિલ્મના વર્લ્ડ પ્રીમિયર વિશે બોલતા, જીમી શેરગિલે કહ્યું, આઇએફએફએસ ટોરોન્ટો ખાતે તેના વર્લ્ડ પ્રીમિયર સાથે ‘તુમ રહે ના તુમ’ ની સફર શરૂ કરવી ખૂબ જ ખાસ છે. વાર્તા એક ભારતીય પરિવાર પર આધારિત છે, પરંતુ દરેક માટે લાગણીઓ સમાન છે. મને આશા છે કે આ ફિલ્મ ભાષા અને ભૂગોળની સીમાઓથી આગળના લોકો સાથે જાડાશે.’