ટીમ ઈન્ડિયામાંથી અક્ષર પટેલ આઉટ, શાહબાઝ અહેમદને ટીમમાં સામેલ કરવામાં આવ્યો

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અક્ષર પટેલ સાઉથ આફ્રિકા સામેની છેલ્લી બે ટી ૨૦માંથી બહાર થઈ ગયો છે. ૩૧ વર્ષીય અક્ષર બીમારીના કારણે ધર્મશાલામાં ત્રીજી મેચ રમી શક્યો ન હતો. આ મેચ ભારતે ૭ વિકેટે જીતી લીધી હતી. અક્ષર હવે લખનઉ અને અમદાવાદમાં રમાનાર છેલ્લી બે મેચોમાં પણ રમી શકશે નહીં. તેના સ્થાને ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

શાહબાઝ અહેમદે ૩ વર્ષ પછી ભારતીય ટીમમાં વાપસી કરી છે. શાહબાઝ છેલ્લે ૪ ડિસેમ્બરે બાંગ્લાદેશ સામે મીરપુરમાં વનડે મેચ રમ્યો હતો. ત્યારબાદ તેને કોઈપણ ફોર્મેટ માટે પસંદ કરવામાં આવ્યો ન હતો. શાહબાઝે છેલ્લી ટી ૨૦ મેચ ૭ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ એશિયન ગેમ્સ દરમિયાન હાંગઝોઉમાં અફઘાનિસ્તાન સામે રમી હતી. શાહબાઝ અહેમન અત્યાર સુધીમાં ૩ વનડેમાં ૩ અને ૨ ટી ૨૦માં ૨ વિકેટ લઈ ચૂક્યો છે.

બીસીસીઆઇએ જણાવ્યું કે, ’’ઓલરાઉન્ડર અક્ષેર પટેલ બીમારીના કારણે સાઉથ આફ્રિકા સામેની બાકીની બે ટી ૨૦ મેચોમાંથી બહાર થઈ ગયો છે. જો કે, તે લખનઉમાં ટીમની સાથે છે, જ્યાં તેનું આગળનું મેડિકલ અસેસમેન્ટ કરવામાં આવશે. મેન્સ સિલેક્શન કમિટીએ લખનઉ અને અમદાવાદમાં રમાનાર ટી ૨૦ મેચો માટે શાહબાઝ અહેમદને તેના સ્થાને ટીમમાં સામેલ કર્યો છે.

ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં ૨-૧થી આગળ છે. ભારતે કટકમાં રમાયેલી પ્રથમ મેચ પોતાના નામે કરી હતી. ત્યારબાદ સાઉથ આફ્રિકાએ ચંડીગઢમાં વાપસી કરી અને સિરીઝને ૧-૧ની બરાબરી પર લાવી દીધી હતી. જો કે, ધર્મશાલામાં ત્રીજી ્૨૦માં ભારત જીત મેળવીને સિરીઝમાં લીડ મેળવી લીધી છે. હવે લખનઉમાં ચોથી મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાની નજર અજેય લીડ હાંસલ કરવા પર રહેશે.

છેલ્લી બે ટી ૨૦ મેચો માટેની ટીમ ઈન્ડિયા

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાદક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હષત રાણા, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ