
આજે વહેલી સવારે અંકલેશ્ર્વર-વાલિયા રોડ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. રીક્ષા-બાઇક વચ્ચે ટક્કર બાદ આગ લાગી હતી. જેમાં એક મહિલા જીવતી ભૂંજાઈ છે, તો અન્ય ચાર લોકો દાઝ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસારા, ભરૂચના અંકલેશ્ર્વર વાલિયા રોડ ટ્રક, બાઇક અને રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં રીક્ષા અને બાઈકમાં ભીષણ આગ હતી. આ ઘટના એક મહિલાનું ઘટના સ્થળે ગંભીર દાઝી જતા મોત નિપજ્યું છે. જ્યારે ૩ વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ખસેડાયા છે.
આ ઘટનામાં ચંપાબહેન વસાવા નામના મહિલા આગમાં જીવતા સળગી ગયા હતા. આગ એટલી ઝડપી ફેલાઈ હતી કે, ચંપાબેન બહાર નીકળવાનો પ્રયાસ પણ ન કરી શક્યા અને આગમાં હોમાયા હતા. તો રીક્ષામાં સવાર અન્ય બાબકુકુમાર, શમષ્ઠા બહેન, નીલાબહેન ત્રણ લોગો ગંભીર રીતે દાઝ્યા છે. તેઓને પ્રથમ સારવાર ગડખોલ ઁૐઝ્ર બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ અકસ્માતમાં ચાલક સહિત એક યુવાનનો આબાદ બચાવ થયો છે. અકસ્માતની ઘટના બાદ આગ લાગતા જ તાત્કાલિક ફાયર વિભાગ પહોંચ્યું હતું. આગ પર ડ્ઢઁસ્ઝ્ર ફાયર વિભાગે કાબૂ મેળવ્યો છે. જોકે, ઘટનાને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. આગના કારણે રસ્તા પર ધુમાડો ફેલાતાં અને વાહનો અટવાઈ જતાં રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં બંને વાહનો ધડાકાભેર ભટકાતા અકસ્માત થયો હોવાનું પ્રાથમિક અનુમાન છેv