સુરતના લિંબાયત વિસ્તારમાં પત્નીએ દૂધમાં ઝેર આપી ગળુ દબાવી પતિની હત્યા કરી આરોપી પત્ની ઈશરત જહાન વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

સુરતના લિંબાયત વિસ્તારમાં એક કંપારી છૂટી જાય તેવી હત્યાની ઘટના સામે આવી છે. અહીં એક પત્નીએ પોતાના જ પતિની નિર્મમ હત્યા કરી હોવાનું ખુલ્યું છે. આ હત્યા પાછળનું કારણ પતિ દ્વારા લેવામાં આવતી સેક્સવર્ધક દવાઓ અને તેના કારણે કરવામાં આવતો સતત શારીરિક તથા માનસિક ત્રાસ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક રીતે સામાન્ય બીમારીથી મોત થયું હોવાનું બતાવાયું હતું, પરંતુ દફનવિધિ સમયે ઊભા થયેલા વિવાદ બાદ સમગ્ર ઘટનાનો ચોંકાવનારો ખુલાસો થયો.

મૃતક હૈદૃરઅલી મુંબઈમાં નોકરી કરતો હતો અને તે મહિનામાં એકાદૃવાર સુરતમાં પોતાના ઘરે આવતો હતો. પત્ની ઈશરત જહાન સાથે તેનો સંબંધ લાંબા સમયથી તણાવભર્યો હતો. પત્નીના જણાવ્યા મુજબ, પતિ જ્યારે પણ ઘરે આવતો ત્યારે સેક્સવર્ધક ગોળીઓનું સેવન કરીને અત્યંત ક્રૂરતા આચરતો હતો. આ અત્યાચાર એટલો ભયાનક હતો કે તેને ગંભીર શારીરિક ઈજા અને માનસિક પીડા સહન કરવી પડતી હતી. જેને કારણે પત્નીએ હત્યા કાવત‚ ઘડ્યું હતું.

પત્ની ઈશરત જહાને પોલીસ સમક્ષ આપેલા નિવેદૃનમાં જણાવ્યું હતું કે પતિ દર મહિને આવીને તેને માર મારતો અને એટલી હદૃે યાતના આપતો કે તેના શરીરમાંથી લોહી નીકળવા લાગતું હતું. લાંબા સમયથી ચાલતા આ અત્યાચારને કારણે તે માનસિક રીતે સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. પતિ પ્રત્યેના ભય અને રોષે અંતે ભયાનક સ્વ‚પ ધારણ કર્યું.

પત્નીએ પતિને હંમેશા માટે રસ્તામાંથી હટાવી દૃેવાનો નિર્ણય લીધો. ગત ૧ જાન્યુઆરીએ જ્યારે હૈદૃરઅલી મુંબઈથી સુરત આવ્યો હતો, ત્યારે રાત્રે પત્નીએ તેને પીવા માટે હળદૃરવાળું દૃૂધ આપ્યું. આ દૃૂધમાં તેણે ચોરીછુપીથી ઉંદૃર મારવાની ઝેરી દૃવા ભેળવી હતી. શ‚આતમાં ઝેરની અસર ધીમે ધીમે થતી રહી. ૫ જાન્યુઆરીએ હૈદૃરઅલીની તબિયત અચાનક બગડી હતી. તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં દૃાખલ કરવામાં આવ્યો હતો. ટૂંકી સારવાર બાદૃ તેનું મોત નીપજ્યું હતું. પત્નીએ આ ઘટનાને સામાન્ય બીમારીથી થયેલ મૃત્યુ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.

હૈદૃરઅલીના મૃત્યુ બાદૃ લાશને ઘરે લાવવામાં આવી હતી. મૃતકનો ભાઈ લાશને બિહારના પૂર્વી ચંપારણ ખાતે આવેલા તેમના વતનમાં લઈ જઈ દૃફનવિધિ કરવા માંગતો હતો. જોકે, પત્ની ઈશરત જહાન જીદૃ પર અડી રહી કે દૃફનવિધિ સુરતમાં જ કરવામાં આવે. આ મુદ્દે ભાઈ અને ભાભી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પત્નીના શંકાસ્પદૃ વર્તનને કારણે મૃતકના ભાઈને તેના ભાઈના મોતમાં ગડબડ હોવાની શંકા ગઈ અને તેણે પોલીસને જાણ કરી હતી.

પોલીસે શંકાના આધારે મૃતદૃેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તબીબોએ જણાવ્યું હતું કે હૈદૃરઅલીનું મૃત્યુ માત્ર ઝેરથી થયું નથી. રિપોર્ટ મુજબ તેના ગળા અને છાતી પર દૃબાણ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદૃ પોલીસે પત્નીની પૂછપરછ કરતાં તેણે આખી ઘટના કબૂલી લીધી હતી. તેણે જણાવ્યું હતું કે ઝેર આપ્યા બાદૃ જ્યારે પતિ નબળો પડી ગયો હતો, ત્યારે તેણે તેનું ગળું અને છાતી દૃબાવીને તેની હત્યા કરી નાંખી હતી.

િંલબાયત પોલીસે આ મામલે આરોપી પત્ની ઈશરત જહાન વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો દૃાખલ કર્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, પતિ દ્વારા સેક્સવર્ધક દૃવાઓનું સેવન કરીને કરવામાં આવતી હેવાનીયત આ હત્યાનું મુખ્ય કારણ બની છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આ ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિૃશામાં વધુ તપાસ હાથ ધરી છે. હત્યાની આ ઘટનાએ સુરતમાં ભારે ચકચાર જગાવી છે અને ઘરેલુ િંહસા તથા માનસિક ત્રાસ કેટલા ભયાનક પરિણામે પહોંચી શકે છે તે ફરી એકવાર સામે આવ્યું છે.