સુરતના ડિંડોલીમાં ધોરણ ૧૨ની વિદ્યાર્થીનું મોત, રાજ્ય સરકારે કાઉન્સેલિંગ માટે કડક માર્ગદશકા જાહેર કરી

સુરત શહેરમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની સંખ્યા ઝડપથી વધી રહી છે, ત્યારે ફરી એકવાર, ડિંડોલી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ૧૨મા ધોરણમાં અભ્યાસ કરતી ૧૭ વર્ષની વિદ્યાર્થીનીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી.

આ આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, જેના કારણે વિવિધ અટકળો શરૂ થઈ છે. ઘટનાના સમાચાર મળતાં, ડિંડોલી પોલીસ સ્ટેશનની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી, વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો અને કાનૂની કાર્યવાહી શરૂ કરી. હાલમાં, પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંયો છે અને કયા સંજોગોમાં આશાસ્પદ વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી તે શોધવા માટે વિગતવાર તપાસ શરૂ કરી છે.

ગુજરાતભરની શાળાઓ, કોલેજો અને યુનિવસટીઓમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની વધતી સંખ્યાને યાનમાં રાખીને, રાજ્ય સરકારે એક આદેશ જારી કર્યો છે. શિક્ષણ વિભાગે રાજ્યની તમામ યુનિવસટીઓ, કોલેજો અને ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે વ્યાપક અને કડક માર્ગદશકા બહાર પાડી છે. આ માર્ગદશકા હેઠળ, દરેક સંસ્થા માટે માનસિક સ્વાસ્થ્ય નીતિ લાગુ કરવી અને વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ સિસ્ટમ મજબૂત કરવી ફરજિયાત બનાવવામાં આવી છે.

સરકારી નિર્દેશ મુજબ, કોલેજો અને યુનિવસટીઓમાં હવે દર ૧૦૦ વિદ્યાર્થીઓ માટે ઓછામાં ઓછા એક લાયક કાઉન્સેલર હોવું ફરજિયાત છે. ૧૦૦ થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી સંસ્થાઓએ બાહ્ય માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે ઔપચારિક રેફરલ સિસ્ટમ સ્થાપિત કરવી આવશ્યક છે. પરીક્ષાઓ, અભ્યાસક્રમમાં ફેરફાર અથવા શૈક્ષણિક દબાણના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને સતત, ગુપ્ત અને સંવેદનશીલ માર્ગદર્શન મળે તે સુનિશ્ર્ચિત કરવા માટે ખાસ વ્યવસ્થા પણ ફરજિયાત કરવામાં આવી છે.