સુપ્રીમ કોર્ટે મૌખિક રીતે તમામ રાજકીય પક્ષોને પરસ્પર ભાઈચારાને પ્રોત્સાહન આપવા વિનંતી કરી

સુપ્રીમ કોર્ટે મંગળવારે મૌખિક રીતે તમામ રાજકીય પક્ષોને પરસ્પર ભાઈચારાને પ્રોત્સાહન આપવા વિનંતી કરી. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું કે પક્ષોએ બંધારણીય નૈતિકતાનું પાલન કરવું જાઈએ અને એકબીજાનો આદર કરવો જાઈએ. ભારતના મુખ્ય ન્યાયાધીશ , ન્યાયાધીશ બી.વી. નાગરત્ના અને ન્યાયાધીશ જાયમલ્યા બાગચીની બનેલી બેન્ચ નવ વ્યકિતઓ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. આ અરજી આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા દ્વારા આપવામાં આવેલા નિવેદનો પર આધારિત હતી.

અહેવાલ મુજબ, અરજીમાં બંધારણીય હોદ્દા ધરાવતા લોકો માટે માર્ગદર્શિકા જારી કરવાની માંગ કરવામાં આવી હતી જેઓ બંધારણ વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. અરજીમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માના તાજેતરના નિવેદનો અને આસામ ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલા એક વિવાદાસ્પદ વિડિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં એક ચોક્કસ સમુદાયને લક્ષ્ય બનાવવામાં આવ્યું હતું.

અરજદારો વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ હાજર થયા. તેમણે કહ્યું, “આપણે કંઈક કરવાની જરૂર છે. ફક્ત આપણા ભગવાન જ કંઈક કરી શકે છે. આ અત્યંત ઝેરી બની રહ્યું છે. આ કોઈ વ્યકિત વિરુદ્ધ નથી.સીજેઆઇ સૂર્યકાંતે જવાબ આપ્યો, “આ અરજી ચોક્કસપણે એક ચોક્કસ વ્યકિત (સર્મા) વિરુદ્ધ છે. તે ફક્ત તેમના નિવેદનોને ટાંકે છે.જ્યારે કપિલ સિબ્બલે વારંવાર આગ્રહ કર્યો કે કોર્ટ કાર્યવાહી કરે, ત્યારે સીજેઆઇ સૂર્યકાંતે કહ્યું, “તમારે આ અરજી પાછી ખેંચી લેવી જાઈએ અને એક નવી અરજી લાવવી જાઈએ, જે ફક્ત બંધારણીય સિદ્ધાંતો પર કેન્દ્રિત હોય. અરજદારોએ એવું ન બતાવવું જાઈએ કે તેઓ કોઈ પક્ષ કે વ્યકિત વિરુદ્ધ છે.”

જ્યારે સિબ્બલે કહ્યું કે આ કોઈ વ્યકિત વિરુદ્ધ નથી, ત્યારે ઝ્રત્નૈં સૂર્યકાંતે કહ્યું, “અરજદારોએ તેમની સુવિધા મુજબ કેટલાક લોકોને પસંદ કર્યા છે અને અન્યને અવગણ્યા છે. આ અસ્વીકાર્ય છે. તમારે બધાએ ન્યાયી રહેવું જાઈએ.”

કોર્ટે પૂછ્યું, “આપણે કોઈના વિચારને કેવી રીતે નિયંત્રિત કરી શકીએ?” જ્યારે સિબ્બલે કહ્યું, “આ સિદ્ધાંત દરેક પક્ષને લાગુ પડે છે,” ત્યારે ન્યાયાધીશ નાગરત્નાએ કહ્યું, “રાજકીય પક્ષોએ આખરે આ દેશમાં ભાઈચારાને પ્રોત્સાહન આપવું જાઈએ.” સીજેઆઇએ કહ્યું, “આ મામલો ગંભીર છે, અને અરજી ખૂબ જ સરળ રીતે તૈયાર કરવામાં આવી છે.”

જÂસ્ટસ નાગરત્નાએ એમ પણ પૂછ્યું, “જા માર્ગદર્શિકા આપવામાં આવે તો પણ શું દરેક તેનું પાલન કરશે?” તેમણે કહ્યું, “વિચારો નિવેદનો પહેલાં આવે છે, અને આપણે વિચારોને કેવી રીતે નિયંત્રિત કરી શકીએ?” અંતે, સિબ્બલના આગ્રહ પર, બેન્ચે આ મામલાને બે અઠવાડિયા માટે મુલતવી રાખ્યો. સિબ્બલે કહ્યું, “અમે નવી અરજી દાખલ કરીશું.”