શ્રીલંકાથી ૨૩૩ મુસાફરોને લઈને સિડની જઈ રહેલી ફલાઇટ પર વીજળી પડી

ભારતના પડોશી દૃેશ શ્રીલંકાથી ઓસ્ટ્રેલિયાના સિડની જતી ફલાઇટ પર વીજળી પડી હતી. ખરાબ હવામાન દરમિયાનફ લાઇટ ક્રેશ થઈ ગઈ હતી. સલામતીની િંચતાઓને કારણે, ફલાઇટ ને કોલંબો અધવચ્ચે જ પરત ફરવું પડ્યું. જ્યારે ફલાઇટમાં વીજળી પડી ત્યારે તમામ ૨૦૭ મુસાફરો અને ૧૬ ક્રૂ સભ્યો સવાર હતા. સદનસીબે, બધા સુરક્ષિત છે.

અહેવાલો અનુસાર, કોલંબોથી ટેકઓફ કર્યા પછી તરત જ લાઇટમાં વીજળી પડી. આ ઘટના દરમિયાન મુસાફરોએ જોરદૃાર વિસ્ફોટ જેવો અવાજ સાંભળ્યો. ફલાઇટના એક એન્જિનમાંથી થોડા સમય માટે તણખા પણ આવતા જોવા મળ્યા, જેના કારણે બોર્ડમાં ગભરાટ ફેલાયો. જોકે, ક્રૂએ ઝડપથી પરિસ્થિતિને કાબૂમાં લીધી અને મુસાફરોને શાંત રહેવા કહૃાું.

બાદૃમાં, લાઇટના પાઇલટ્સે મુસાફરોને જાણ કરી કે વીજળી પડવાથી એન્જિનને થોડું નુકસાન થયું છે. સાવચેતી ‚પે, લાઇટ ચાલુ રાખવાને બદૃલે કોલંબો પરત ફરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ત્યારબાદ, ફલાઇટ બંદરનાયકે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું.

એરલાઇન સૂત્રોના જણાવ્યા અનુસાર, લાઇટ શુક્રવારે રાત્રે ૧૨:૦૫ વાગ્યે કોલંબોથી ઉડાન ભરી હતી. ખરાબ હવામાનમાં ફલાઇટ ઓપરેશન દરમિયાન વીજળી પડવાથી ફલાઇટને કોલંબો પરત ફરવાની ફરજ પડી હતી. એરલાઇન્સે પુષ્ટિ આપી કે મુસાફરો અને ક્રૂ સભ્યોની સલામતીને પ્રાથમિકતા આપીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહૃાો છે, જેમાં ઉડાન દરમિયાન વિમાનની નજીક તણખા દૃેખાઈ રહૃાા છે. વિમાન સુરક્ષિત રીતે પરત ફર્યા પછી, ટેકનિકલ નિષ્ણાતોએ તેનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ, એરલાઈને મુસાફરો માટે વૈકલ્પિક મુસાફરીની વ્યવસ્થા કરી.