શિવરાજપુરમાં આશાસ્પદ યુવાનની હત્યા થતાં કોળી સમાજમાં ભારે રોષ !

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના શિવરાજપુર ગામે કોળી સમાજના યુવાનની હત્યા બાદ સમાજમાં ભારે રોષ જોવા મળી રહૃાો છે. ત્યારે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી ચર્ચા કરી હતી. પરિવારના સભ્યો તેમ જ કોળી સમાજના આગેવાનોએ આરોપી ઝડપાય નહીં ત્યાં સુધી મૃતદૃેહ નહીં સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો. જો કે, કેબિનેટમંત્રી કુંવરજીભાઈ બાવળિયાની સમજાવટ બાદૃ પરિવારજનો અને સમાજના લોકોએ મૃતદૃેહ સ્વીકારાયો હતો.

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકના શિવરાજપુર ગામ ખાતે રહેતા છગન ઝાપડીયા નામના કોળી સમાજના યુવાનની ૫ જેટલા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી હતી. કોળી સમાજના આશાસ્પદ યુવકની હત્યા બાદ પરિવારજનો અને સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહૃાો છે. જ્યાં સુધી હત્યારાઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી યુવકનો મૃતદૃેહ સ્વીકારવામાં નહીં આવે એવો પરિવારજનો અને સમાજના લોકોએ નિર્ણય કર્યો હતો. જસદણની સરકારી હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં સમાજના લોકો ભેગા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

આ ઘટના અંગે જાણ થતાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મૃતકના પરિવાર અને સમાજના લોકો સાથે મુલાકાત કરી હતી અને સાંત્વના પાઠવી લોકોને સમજાવ્યા હતા. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની સમજાવટ બાદૃ પરિવારજનો અને સમાજના લોકોએ મૃતદૃેહ સ્વીકારાયો હતો. મૃતકની અંતિમવિધિ માટે ખાંડાધાર હડમતીયા મૃતદૃેહ લઈ જવાયો છે. જ્યારે પોલીસે જસદૃણ પોલીસ ડિવિઝન એએસપી નવીન ચક્રવર્તીએ જણાવ્યું કે, આ કેસમાં કુલ ૫ આરોપીનાં નામ સામે આવ્યા છે, જે પૈકી ૩ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે એક આરોપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આગળની કાર્યવાહી હાલ ચાલુ છે.