જેતપુરના જેતલસર રેલવે પુલ પર ગમખ્વાર અકસ્માત: યુવક-યુવતીનું મોત, બે ગંભીર

જેતપુર ખાતે આજે (૧૫ ફેબ્રુઆરી) વહેલી સવારે જેતલસર જંકશન રેલવે પુલ પર ભયાનક કાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના બે ટુકડા થઈ ગયા હતા. આ દૃુર્ઘટનામાં એક યુવક અને એક યુવતીનું ઘટનાસ્થળે જ ક‚ણ મોત થયું, જ્યારે બે અન્ય યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

માહિતી મુજબ,જુનાગઢમાં મહા શિવરાત્રિના ભવ્ય મેળામાંથી પરત ફરી રહેલી કાર જેતલસર જંકશન રેલવે પુલ પર ડિવાઈડર સાથે જોરદૃાર અથડાઈ હતી. અથડામણની તીવ્રતા એટલી વધારે હતી કે કારના બે ભાગ થઈ ગયા હતા.

આ અકસ્માતમાં મુસ્કાન બગડા અને અરુણ વાળા નામના યુવક-યુવતીનું મોત થયું હોવાનું જાણવા મળે છે. જ્યારે અમિત પરમાર અને જયદૃીપ ચૌહાણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદૃ પુલ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદૃેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં કારની ગતિ વધુ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે ચોક્કસ કારણો અંગે તપાસ ચાલુ છે.આ બનાવે સ્થાનિકોમાં શોકનો માહોલ સર્જ્યો છે. પોલીસ દ્વારા અકસ્માતના કારણો અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.