ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ ગામમાં રહેતા એક આધેડ દંપતીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સોનગઢના પ્લોટ વિસ્તારમાં રહેતા અને ડ્રાઈિંવગનો વ્યવસાય કરતા પંચાવન વર્ષીય ગુણવંતભાઈ મોહનભાઈ ડાભી અને તેમના પત્ની ત્રેપન વર્ષીય ગીતાબેને બપોરના સમયે પોતાના ઘરે છત પરના નકુચામાં દૃોરડું બાંધી અંતિમ પગલું ભર્યું હતું. દૃંપતીને તાત્કાલિક સારવાર માટે સિહોર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ દંપતીએ આ પગલું ભરતા પહેલા પોતાની પુત્રવધુને પિયર મોકલી દૃીધી હતી. મૃતક દંપતીને સંતાનમાં બે પરણિત દૃીકરીઓ અને એક પુત્ર છે. તેમનો પુત્ર કિશોરભાઈ અણાચલ પ્રદૃેશમાં આર્મીમાં ફરજ બજાવે છે અને હાલ તે રજા પર પોતાના ઘરે આવેલો હતો. બનાવ સમયે પુત્ર કિશોરભાઈ કોઈ કામ અર્થે ભાવનગર ગયા હતા ત્યારે પાછળથી માતા પિતાએ આ કરુણ પગલું ભરી જીવન ટૂંકાવી દૃીધું હતું.
સોનગઢ પોલીસ સ્ટેશનમાં મૃતકના પુત્ર દ્વારા આ અંગે જાણ કરવામાં આવતા પોલીસે એડી દૃાખલ કરી તપાસ શ કરી છે. દંપતીના આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ આ ઘટનાથી પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. સાથે જીવવા અને મરવાના વચનને સાર્થક કરનારા આદંપતીના મોતથી સોનગઢ ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.