શહેરા તાલુકાના વરીયાલ, ડેમલી તેમજ બામરોલી સહિતના ગામમાં કડાણા જળાશય યોજનાના અસરગ્રસ્તોને પુન:વસવાટ માટે વર્ષો પહેલા જમીન ફાળવવામાં આવી હતી

સબંધિત કચેરીના અધિકારી સહિત ની ટીમ દ્વારા વરિયાલ ગામ માં ભાથીજી મંદિર ની સામે નાયક ફળિયામાં સર્વેની કામગીરી પૂર્ણ કરીને વિલાયતી નળિયા વાળું ઘરને સીલ કરી દેવામાં આવીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી.

વરીયાલ ગામમાં એક ઘરને સીલ મારવા સાથે વર્ષોથી ખેતી અને ઘર બનાવીને રહેતા અનેક પરિવારજનો હાલ ચિંતિત બની ઉઠ્યા હતા.

ત્રણ ગામમાં કડાણા જળાશયના અસરગ્રસ્તોને ફાળવેલી જમીન ને લઈને જરૂરી કાર્યવાહી સબંધિત તંત્ર દ્વારા કરવામાં આવી રહી હતી. ત્યારે બીજી તરફ જે જમીનમાં વર્ષોથી રહેતા અનેક લોકોને જમીનમાં તેમનો હક હોવાનું લાગી રહ્યું હોવાથી રાજ્યના મુખ્યમંત્રી સહિત સબંધિત તંત્રની મુખ્ય કચેરી ખાતે રજૂઆત કરનાર હોવાનું જાણવા મળી રહ્યુ હતું.

શહેરા તાલુકાના વરીયાલ, ડેમલી તેમજ બામરોલી સહિતના ગામમાં કડાણા જળાશય યોજના ના અસરગ્રસ્તોને પુન:વસવાટ માટે વર્ષો પહેલા જમીન ફાળવવામાં આવી હતી. જમીન સંપાદન પુન:વસવાટ કડાણા, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી સહિતના સબંધિત તંત્ર દ્વારા કડાણા જળાશય યોજનાના અસરગ્રસ્તોને ફાળવેલ જમીનમાં તેઓને કબજો સુપ્રત કરવા માટે સર્વેની કામગીરી કરવામાં આવી રહી હોવા સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના પગલે વરીયાલ ગામમાં એક ઘરને સીલ મારવા સાથે વર્ષોથી ખેતી અને ઘર બનાવીને રહેતા અનેક પરિવારજનો હાલ ચિંતિત બની ઉઠ્યા હતા.

શહેરા તાલુકાના વરીયાલ, ડેમલી તેમજ બામરોલી સહિતના ગામમાં કડાણા જળાશયમાં ડુબાણમાં ગયેલ જમીનના અસરગ્રસ્તોને પુન:વસવાટ માટે વર્ષો પહેલા જમીન ફાળવવામાં આવી હતી. સરકાર દ્વારા કડાણા જળાશય યોજના ના અસરગ્રસ્તોને વર્ષો પહેલા જમીન ફાળવવામાં આવી એ જમીનમાં અમુક લોકોએ અનઅધિકૃત કબજો કરેલ હોવાનું સંબંધિત તંત્રને લાગતા નોટિસો આપવામાં આવી હતી. કડાણા ડેમના અસરગ્રસ્તોને પુન:વસવાટ માટે ડેમલી, વરીયાલ સહિતના ગામમાં ફાળવેલ જમીનની સર્વેની કામગીરી અલગ અલગ ટીમો દ્વારા કરાઈ રહી છે. જ્યારે સબંધિત કચેરીના અધિકારી સહિતની ટીમ દ્વારા વરિયાલ ગામ માં ભાથીજી મંદિર ની સામે નાયક ફળિયામાં સર્વેની કામગીરી પૂર્ણ કરીને વિલાયતી નળિયા વાળું ઘરને સીલ કરી દેવામાં આવીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, તંત્ર દ્વારા જે ઘર ને સીલ મારવામાં આવ્યું તે ઘરમાં રહેતા નાયક અભાભાઈ અને તેમનું પરિવાર ચિંતિત થઈ જવા સાથે આ ગરીબ પરિવાર ક્યાં રહેશે એની ચિંતા ગ્રામજનો કરી રહ્યા હતા. જ્યારે નાયક અભા ભાઈએ જણાવ્યું હતું કે, આ જંગલની જમીનમાં 50વર્ષથી અમે રહીએ છીએ અને જમીને ખેડતા હતા. મારૂ પરીવાર જે ઘરમાં રહેતુ હતું તે ઘરને સીલ મારી દીધું છે. મારૂ પરિવાર રોડ પર આવી ગયું છે.મને સરકાર ન્યાય આપે તેવી આશા હુ રાખી રહ્યો છું. સંબંધિત તંત્ર દ્વારા કડાણા જળાશયના યોજનાના અસરગ્રસ્તોને ફાળવવામાં આવેલી જમીન વહેલી તકે તેઓને મળે તે માટે અલગ અલગ ટીમો દ્વારા સર્વેની કામગીરી સાથે કાર્યવાહી પણ કરવામાં આવી રહી હોય પરંતુ જે જમીનમાં દબાણ તંત્ર ને લાગી રહયુ છે, તેમાં અનેક લોકો વર્ષોથી ખેતી કરતા હોવા સાથે ઘર બનાવીને રહેતા હોય ત્યારે તંત્ર દ્વારા આ બાબતને પણ ગંભીરતાથી લેવામાં આવી હશે કે નહી? ત્રણ ગામમાં કડાણા જળાશયના અસરગ્રસ્તોને ફાળવેલી જમીન ને લઈને જરૂરી કાર્યવાહી સબંધિત તંત્ર દ્વારા કરવામાં આવી રહી હતી. ત્યારે બીજી તરફ જે જમીનમાં વર્ષોથી રહેતા અનેક લોકોને જમીનમાં તેમનો હક હોવાનું લાગી રહ્યું હોવાથી રાજ્યના મુખ્યમંત્રી સહિત સબંધિત તંત્રની મુખ્ય કચેરી ખાતે રજૂઆત કરનાર હોવાનું જાણવા મળી રહ્યું હતું.