શહેરાના મોરવા રેણા ખાતે કર્મચારી ધિરાણ સહકારી મંડળી મોરવા રેણાની ૮મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

શહેરા તાલુકાના મોરવા રેણા ખાતે ધી શહેરા તાલુકા સરકારી ખાતાના કર્મચારીઓની ધિરાણ સહકારી મંડળી લી. મોરવા રેણાની ૮મી વાર્ષિક સાધારણ સભા ખૂબ જ ઉત્સાહ અને ઉમંગભર્યા માહોલમાં યોજાઈ ગઈ હતી. આ સભામાં સભાસદોના હિતમાં લોન મર્યાદા વધારવા તેમજ ટેકનોલોજીના ઉપયોગ અંગેના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

શહેરા તાલુકાના મોરવા રેણા ખાતે ધી શહેરા તાલુકા સરકારી ખાતાના કર્મચારીઓની ધિરાણ સહકારી મંડળી લી. મોરવા રેણાની ૮મી વાર્ષિક સાધારણ સભાની શ‚આતમાં અધ્યક્ષની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં જીગ્નેશભાઈ દ્વારા રજૂ કરાયેલી દરખાસ્તને ઉમેશભાઈએ ટેકો આપ્યો હતો. ત્યારબાદ સંસ્થાના વડા અને ચેરમેન રાજેશભાઈએ સભામાં ઉપસ્થિત તમામ સભાસદોનું શબ્દોથી ભાવભીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રગતિના પંથે સહભાગી રહેલા ૧૩ જેટલા નિવૃત્ત સભાસદોનું પુષ્પગુચ્છ, શાલ અને મોમેન્ટો આપીને વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.ભરતભાઈ પટેલે ગત સભાની કાર્યવાહી વાંચી સંભળાવી હતી. જેને હાજર સભાસદોએ બહાલી આપી હતી. ત્યારબાદ મંડળીનું નફા-નુકસાન પત્રક તેમજ આવક-જાવકનો વાર્ષિક હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો. જેને સભ્યોએ સર્વાનુમતે મંજૂર કર્યો હતો.સભાસદો સંસ્થાની કામગીરીથી અવગત રહે અને પોતાના હિસાબો કોઈપણ સમયે મોબાઈલમાં જાતે જ જોઈ શકે તે માટે ‘એપએક્સ સોસાયટી સોફ્ટવેર’ નામની ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. આ ડિજીટલ પહેલને તમામ સભાસદોએ તાળીઓના ગડગડાટ સાથે હર્ષભેર વધાવી લીધી હતી. સંસ્થાના ચેરમેન રાજેશભાઈએ મંડળીની સ્થાપનાથી લઈને આજ સુધીના સંઘર્ષો અને હાંસલ કરેલી સફળતાઓની વિગતવાર ‚પરેખા સભાસદો સમક્ષ રજૂ કરી હતી. સાથે લોન મર્યાદા ચાર લાખની હતી. તેને વધારીને છ લાખ વધારવામાં આવી હતી. આગામી આયોજનોની ચર્ચા કરી નવા નિમણૂક પામેલા શિક્ષક મિત્રોને પણ આ મંડળીમાં સભાસદ તરીકે જોડાવા માટે આહવાન કર્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન થયા બાદ અંતમાં ભરતભાઈ પટેલ અને ઉમેશભાઈ મંગળભાઈ માછી દ્વારા સભાના અધ્યક્ષ, ચેરમેન તેમજ ઉપસ્થિત તમામ શિક્ષકો અને સભાસદોનો આભાર વ્યક્ત કરતી આભાર વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ સભ્યોએ સાથે મળીને પ્રીતિભોજન લેતાં આ ૮મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન થઈ હતી.