શહેરાના ખટકપુર ગામે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં જનકલ્યાણ શિબિર યોજાઈ

ધારાસભ્યના હસ્તે બકરા એકમ, વિધવા સહાય અને આયુષ્માન કાર્ડના હુકમો અપાયા.

૧૩ ગામના લોકો માટે એક જ છત નીચે તમામ સરકારી યોજનાઓના ટેબલ ગોઠવાયા.

શહેરા તાલુકાના ખટકપુર ગામની પ્રાથમિક શાળા ખાતે બોરીયા જીલ્લા પંચાયત સીટની ’જનકલ્યાણ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ શિબિરમાં વહીવટી તંત્ર અને ભાજપ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આસપાસના ૧૩ ગામોના હજારો જ‚રિયાતમંદ નાગરિકોને સ્થળ પર જ વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો અને મંજૂરી પત્રો એનાયત કરીને વહીવટી પ્રક્રિયાને વેગ આપવામાં આવ્યો હતો.

શહેરા તાલુકાના ખટકપુર ગામની પ્રાથમિક શાળા ખાતે બોરીયા જીલ્લા પંચાયત સીટની ’જનકલ્યાણ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સરકારની વિવિધ લોકાભિમુખ યોજનાઓ સીધી જ પ્રજા સુધી પહોંચાડવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમની શ‚આતમાં ખટકપુર ગામના અગ્રણીઓ અને ગ્રામજનો દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું ઉત્સાહભેર ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શિબિરમાં ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ ઉપરાંત તાલુકા પંચાયતના પ્રમુખ વિક્રમસિંહ પગી, જીલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ મગનભાઈ પટેલિયા, મામલતદાર ધર્મેન્દ્ર પટેલ, જીલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશ પાઠક, તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ગજેન્દ્રસિંહ પગી તેમજ ભાજપના અગ્રણી નિલેશ બારીયા ઉપસ્થિત રહ્યા હતા.આ જનકલ્યાણ શિબિર દરમિયાન અધ્યક્ષ સ્થાનેથી ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડના હસ્તે અનેક લાભાર્થીઓને સ્થળ પર જ વિવિધ યોજનાકીય લાભોના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે બકરા એકમનું વિતરણ, જ‚રિયાતમંદ મહિલાઓને વિધવા સહાયના મંજૂરી પત્રો, તેમજ આરોગ્ય સુરક્ષા આપતા આયુષ્માન કાર્ડ સહિત અન્ય કલ્યાણકારી યોજનાઓના લાભો આપવામાં આવ્યા હતા.

આ શિબિરમાં ખટકપુર, સગરાડા, બોરીયા અને ચારી સહિત કુલ ૧૩ ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લોકોએ સરકારની મહત્વકાંક્ષી આરોગ્યલક્ષી યોજનાઓ, વી.બી.જી. રામજી યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય, મુખ્યમંત્રી લક્ષ્મી યોજના અને સરસ્વતી યોજના જેવી અસંખ્ય યોજનાઓના ફોર્મ ભરીને સ્થળ પર જ સીધો લાભ મેળવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા એક જ સ્થળે તમામ સેવાઓ ઉપલબ્ધ કરાવાતા ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી.જનકલ્યાણ શિબિરને સફળ બનાવવા માટે તાલુકાની તમામ મહત્વની કચેરીઓના ઉચ્ચ અધિકારીઓ, વહીવટી કર્મચારીઓ તેમજ વિવિધ ગ્રામ પંચાયતોના તલાટી કમ મંત્રીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. અધિકારીઓએ અરજદારોના પ્રશ્નો અને અરજીઓનો સ્થળ પર જ નિકાલ કર્યો હતો. કાર્યક્રમમાં વિવિધ ગામના સરપંચો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.