શહેરાના છાણીપ ગામે ચાંદલગઢ ચોકડી પાસે એકસયુવી ગાડીમાં લઈ જવાતો 4.62 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો

શહેરા તાલુકાના છાણીપ ગામે ચાંદલગઢ ચોકડી નજીક એકસયુવીમાં લઈ જવાતા ભારતીય બનાવટનો બીયર ટીન તથા કવાટરીયા રૂા.4,62,333/-નો દારૂ તથા કાર મળી કુલ રૂા.9,46,233/-ના મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો.

શહેરા તાલુકાના છાણીપ ગામે ચાંદલગઢ ચોકડી નજીક શહેરા પોલીસે નાકાબંધી કરી ચેકીંગમાં હતી. ત્યારે એકસયુવી 500 ડબલ્યુએસ ગાડીમાં દારૂનો જથ્થો ભરીને પસાર થતી હતી. પોલીસની નાકાબંધી જોઈ વાહન ઉભું નહી રાખી કારને ઝાડીમાં અથડાવી નુકશાન કરી ગાડી ઉભી રાખી ચાલક તેમજ અન્ય પટેલ નામનો વ્યકિત નાશી છુટીયા હતા. પોલીસે કારની તપાસ હાથ ધરી હતી. તપાસમાં ભારતીય બનાવટના વિદેશ દારૂની કાચની બોટલો તથા પ્લાસ્ટીક કવાર્ટસ: બીયર ટીન મળી કુલ નંગ-1086 કિંમત રૂા.4,62,333/- તથા કાર મળી કુલ રૂા.9,46,233/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો. આ બાબતે શહેરા પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.