
ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકીય પરિસ્થિતિમાં નવો વળાંક આવ્યો છે. શિક્ષણ અને સરકારી નોકરીઓમાં આર્થિક રીતે નબળા વર્ગને મળતી ૧૦ ટકા અનામત બાદૃ હવે સવર્ણ સમાજે રાજકીય ક્ષેત્રે પણ સમાન પ્રકારની અનામતની માંગ ઉઠાવી છે. આ મુદ્દે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આજે પાટીદૃાર, ક્ષત્રિય, બ્રાહ્મણ સહિત કુલ ૫૮ સવર્ણ સમાજના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેને રાજકીય રીતે ખૂબ સંવેદૃનશીલ માનવામાં આવી રહી છે.
આર્થિક રીતે નબળા વર્ગને રાજકીય ક્ષેત્રે પણ અનામત મળે તેવી માંગ સાથે આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં વર્ષો પહેલા અનામત આંદૃોલનના કેન્દ્રમાં રહેલા અનેક જાણીતા ચહેરાઓ ફરી એક મંચ પર જોવા મળ્યા હતા. દિૃનેશ બાંભણીયા, ધાર્મિક માલવીયા, મનોજ પનારા, વરુણ પટેલ, અલ્પેશ કથીરીયા, રમજુભા જાડેજા સહિતના આગેવાનો વચ્ચે આ મુદ્દે લાંબી ચર્ચા ચાલી હતી. જેમાં તમામ સમાજના પ્રતિનિધિઓએ એકસૂરે કહૃાું કે, રાજકીય પ્રતિનિધિત્વ વગર આર્થિક રીતે નબળા સવર્ણ વર્ગનો અવાજ દૃબાઈ રહૃાો છે.
આ બેઠકમાં મુખ્ય માગણી એવી રાખવામાં આવી કે, જેમ ઇકોનોમિક વિકર સેક્શનને નોકરી અને શિક્ષણમાં અનામત મળી છે. તે જ ધોરણે પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા જેવી સ્થાનિક સંસ્થાઓમાં પણ બેઠકો અનામત રાખવામાં આવે. આગેવાનોનું માનવું છે કે, હાલ ટિકિટ ફાળવણીમાં આર્થિક સ્થિતિને કોઈ મહત્વ મળતું નથી, જેના કારણે સવર્ણ સમાજનો નબળો વર્ગ રાજકીય પ્રક્રિયામાં પાછળ રહી જાય છે.
નેતાઓએ ચેતવણીભર્યા સ્વરમાં જણાવ્યું કે, જો સરકાર આ માંગ પર ગંભીરતાથી વિચાર નહીં કરે તો આવનારી ચૂંટણીમાં સવર્ણ મતદૃારોનું વલણ બદૃલાઈ શકે છે. ખાસ કરીને પાટીદૃાર અને ક્ષત્રિય સમાજના યુવા વર્ગમાં આ મુદ્દે ભારે અસંતોષ જોવા મળી રહૃાો છે. બેઠક બાદૃ મીડિયા સમક્ષ બોલતા આગેવાનોએ જણાવ્યું કે, આ લડત કોઈ એક સમાજની નથી, પરંતુ તમામ આર્થિક રીતે પછાત સવર્ણો માટેની છે. આગામી દિૃવસોમાં મુખ્યમંત્રી અને પ્રદૃેશ ભાજપ પ્રમુખને મળીને લેખિત રજૂઆત કરવામાં આવશે. જર પડશે તો તાલુકા અને જિલ્લા સ્તરે સંમેલનો યોજીને જનજાગૃતિ અભિયાન શ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ઓબીસી અનામત માટે ઝવેરી પંચના રિપોર્ટ બાદૃ બેઠકોની જે રીતે વહેંચણી થઈ છે, તે જ માપદૃંડથી ઇડબલ્યુએસ વર્ગને પણ રાજકીય હિસ્સેદૃારી મળવી જોઈએ એવો દૃબાવ ઉભો કરાઈ રહૃાો છે.
આ મામલે રાજકીય વિશ્લેષકો માને છે કે ૫૮ સમાજોનું એક મંચ પર આવવું સામાન્ય ઘટના નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ઊભેલી આ એકતા સત્તાઢ પક્ષ માટે નવી પડકારજનક સ્થિતિ ઉભી કરી શકે છે. જો આ મુદ્દે યોગ્ય સંવાદૃ ન થયો તો આગામી સમયમાં સવર્ણ રાજકારણ ગુજરાતની ચૂંટણી દિૃશા બદૃલી શકે તેવી સંભાવના નકારી શકાય નહીં.