
બગદૃાણાના કોળી સમાજના યુવાન નવનીત બાલધીયા પર થયેલા હુમલામાં જીૈં્ તપાસ દૃરમિયાન વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તળાજા તાલુકાના કોડિયા ગામના રહેવાસી દિૃનેશ ઉર્ફે દૃાદૃુ લોમાભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને ગઈકાલે રાત્રે મેડિકલ ચેકઅપ માટે ભાવનગર લઈ જવામાં આવ્યો હતો.
મહુવા તાલુકાના બગદૃાણા ગામના કોળી સમાજના યુવાન નવનીત બાલધીયા પર થયેલા હુમલામાં પોલીસે અગાઉ આઠ આરોપીઓની ધરપકડ કરી હતી. ભાવનગર રેન્જ આઇજીએ ઘટનાની તપાસ માટે ૫ જાન્યુઆરીએ એસઆઇટી ટીમની રચના કરી હતી.એસઆઇટી ટીમે અગાઉ ધરપકડ કરાયેલા આઠ આરોપીઓને પૂછપરછ માટે કોર્ટમાંથી કસ્ટડીમાં લીધા હતા.
રિમાન્ડ પર રહેલા આરોપીઓની પૂછપરછ દૃરમિયાન, એસઆઇટી ટીમે પહેલા કાના ભીખા કામલીયા અને પછી સંજય ચાવડાની ધરપકડ કરી હતી. ગઈકાલે રાત્રે,એસઆઇટીએ આ ઘટનાના સંદૃર્ભમાં દિૃનેશ ઉર્ફે દૃાદૃુ લોમા સોલંકી નામના અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તેને ગઈકાલે મોડી રાત્રે મેડિકલ ચેકઅપ માટે ભાવનગરની સુરતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. શઆતના આઠમાં આ ત્રણ ધરપકડો ઉમેરાતાં, જીૈં્ તપાસમાં હવે કુલ ૧૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
બગદૃાણા હુમલાની ઘટનામાં, શઆતમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં નાજુ કામલીયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વીરેન્દ્ર પરમાર, સતીશ વનાળીયા, ભાવેશ સેલાળા, વીરુ સઇડા અને પંકજ મેર. ત્યારબાદૃ, એસઆઇટી ટીમની રચના કરવામાં આવી. એસઆઇટી તપાસમાં કાના ભીખા કામલીયા, ત્યારબાદૃ સંજય ચાવડા અને ગઈકાલે રાત્રે દિૃનેશ ઉર્ફે દૃાદૃુ લોમા સોલંકીની ધરપકડ કરવામાં આવી.