સરકારના બજેટ પછી શું સસ્તું થયું અને શું મોંઘું થયું?

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે ગૃહમાં દૃેશનું બજેટ રજૂ કર્યું. આ તેમનું ૯મું બજેટ અને મોદી સરકારનું ૧૫મું બજેટ હતું.આ બજેટ રજુ થયા બાદ શું સસ્તું થયું છે અને શું મોંઘું થયું છે. આ નીચે મુજબ છે

સરકાર દ્વારા રજૂ કરાયેલા આ બજેટ પછી બજારમાં રમતગમતનો સામાન સસ્તો થશે. નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે આ જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે બજારમાં રમતગમતના સામાન સસ્તા થવાને કારણે, આ સામાનની માંગ વધશે, અને માંગ વધવાને કારણે, વેચાણ પણ વધશે.

દવાઓ પણ હવે સસ્તી થશે : દૃેશમાં હવે ડાયાબિટીસ અને કેન્સરની દવાઓ સસ્તી થશે. ૭ ગંભીર રોગોની દૃવાઓ સાથે, ૧૭ કેન્સરની દવાઓ સસ્તી થશે.

સિગારેટ અન્ો બીડી સસ્તી થઇન આ ઉપરાંત ચામડાના ઉત્પાદનો પણ સસ્તા થશે,મોબાઈલ ફોન અને ઇવી બેટરી સસ્તા થશે સીએનજી પણ સસ્તી થશે. બજેટ પછી સીએનજી જે બાયોગેસ મિશ્રિત છે તે સસ્તી થશે.,માઇક્રોવેવ ઓવન સસ્તા થશે. બજારમાં સૌર સંબંધિત ઉત્પાદનો સસ્તા થશે. વધુમાં, કપડાં પણ સસ્તા થશે.

બજેટ પછી શું મોંઘું થયું છે?

૨૦૨૬ ના બજેટ પછી દારૂ વધુ મોંઘો થશે. દારૂ પીનારાઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. ભંગાર અને ખનિજો પણ વધુ મોંઘા થશે. વધુમાં, ભવિષ્યમાં વિકલ્પ વેપાર પણ વધુ મોંઘો થશે. યુચર ઓપ્શન ટ્રેિંડગ, સ્ક્રેપ અને ખનિજો વધુ મોંઘા થશે.