સરકારને ૨૦૨૫ માં આ ભેટો અને સ્મૃતિચિહ્નોની ઈ-હરાજીમાંથી ૧.૮૯ કરોડ મળ્યા હતા,શેખાવત

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સમયાંતરે ઘણી ભેટો મળે છે. આ ભેટોની છેલ્લા ઘણા વર્ષોથી હરાજી કરવામાં આવી રહી છે. હવે, પ્રવાસન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે વર્ષ ૨૦૨૫ માં પીએમ મોદીને આપવામાં આવેલી ભેટો અને સ્મૃતિચિહ્નોની હરાજીમાંથી મળેલી રકમનો ખુલાસો કર્યો છે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે લોકસભામાં માહિતી આપી હતી કે સરકારને ૨૦૨૫ માં આ ભેટો અને સ્મૃતિચિહ્નોની ઈ-હરાજીમાંથી ૧.૮૯ કરોડ મળ્યા હતા.

કેન્દ્રીય મંત્રી શેખાવતે લોકસભામાં એક પ્રશ્નનો લેખિત જવાબ આપ્યો હતો, જેમાં આંકડા શેર કરવામાં આવ્યા હતા. પ્રશ્નમાં છેલ્લા પાંચ વર્ષમાં ઈ-હરાજીમાંથી સરકારને કેટલા પૈસા મળ્યા અને આ હરાજી કઈ તારીખે થઈ તેની માહિતી માંગવામાં આવી હતી.

લોકસભામાં કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે આપેલી માહિતી અનુસાર, સરકારને ૨૦૨૫ માં પીએમ મોદીને મળેલા સ્મૃતિચિહ્નો અને ભેટોની ઈ-હરાજીમાંથી ૧.૮૯ કરોડ મળ્યા હતા. આ ઈ-હરાજીનું સાતમું સંસ્કરણ હતું. ૨૦૨૪માં ઈ-ઓક્શનની છઠ્ઠી આવૃત્તિમાં, સરકારને ૨.૨૪ કરોડ મળ્યા હતા. આ સમયગાળા દરમિયાન, ૬૦૦ થી વધુ સ્મૃતિચિહ્નો અને ભેટોની ઈ-ઓક્શન કરવામાં આવી હતી.ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળેલા સ્મૃતિચિહ્નો અને ભેટોની ઈ-ઓક્શન શ્રેણી ૨૦૧૯માં શરૂ કરવામાં આવી હતી. ૨૦૨૪માં ઈ-ઓક્શન શરૂ થાય તે પહેલાં, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું હતું

કે આ સંગ્રહ ભારતની સંસ્કૃતિ, આધ્યાત્મિક, ઇતિહાસ અને રાજકારણની સમૃદ્ધ વિવિધતાને પ્રતિબિંબિત કરે છે. ત્યારબાદ સંસ્કૃતિ મંત્રાલયે અહેવાલ આપ્યો હતો કે સરકારને પહેલા પાંચ તબક્કામાં આ હરાજીમાંથી ૫૦ કરોડ રૂપિયાથી વધુ રકમ મળી હતી.લોકસભામાં એક પ્રશ્નમાં, કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને પણ પૂછવામાં આવ્યું હતું કે ૨૦૧૪ પહેલા આવી હરાજી કેટલી વાર થઈ હતી. જવાબમાં, કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, “૨૦૧૯ પહેલા, નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ દ્વારા સ્મૃતિચિહ્નો અને ભેટોની કોઈ હરાજી નહોતી.