
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ બુધવારે ફરી એકવાર જંતર મંતર પર નીટ પેપર લીક સામે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું. તેમણે પોલીસ કાર્યવાહી અને વિરોધીઓ પર પેલેટ ગનનો ઉપયોગ અંગે સરકાર પાસેથી જવાબ માંગ્યા. મીડિયા સાથે વાત કરતા પ્રિયંકા ગાંધીએ પૂછ્યું, “યુવાનો જ્યારે પોતાના ભવિષ્ય માટે અવાજ ઉઠાવે છે ત્યારે તેમની સાથે જે રીતે વર્તન કરવામાં આવે છે તેના માટે કોણ જવાબદાર છે?
”બુધવારે, જ્યારે પ્રિયંકા ગાંધી સંસદ ભવન સંકુલમાં પહોંચ્યા, ત્યારે તેમને ઘણા મીડિયા કર્મચારીઓએ ઘેરી લીધા હતા. આ દરમિયાન પત્રકારોએ સંસદમાં ચાલી રહેલા મડાગાંઠ અંગે તેમની પ્રતિક્રિયા માંગી. પ્રિયંકા ગાંધી ગુસ્સે થઈ ગયા અને પૂછ્યું, “તમે શું ઇચ્છો છો? જ્યારે હજારો વિદ્યાર્થીઓ ભેગા થાય છે અને તેમની એક જ માંગ હોય છે, ત્યારે તમે તેમના પર લાઠીચાર્જ કરો છો. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર બળનો ઉપયોગ કરવામાં આવે છે, પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવે છે. બિહારમાં એકે-૪૭ ગોળીબાર કરવામાં આવે છે, અને અમે સરકારને પણ પ્રશ્ન નથી કરતા. શું આપણે તમારી જેમ શાંતિથી બેસી રહેવું જાઈએ?”
પ્રિયંકા ગાંધીએ કહ્યું, “વિરોધ ચૂપ નહીં રહે.” પ્રિયંકા ગાંધીએ લોકશાહી જવાબદારીનો મુદ્દો ઉઠાવ્યો અને પૂછ્યું કે શું ગૃહમંત્રી પોતાને જનતા પ્રત્યે જવાબદાર માને છે. તેમણે કહ્યું, “શું તમે જનતા પ્રત્યે જવાબદાર નથી?” તો શું આપણે પણ ચૂપ રહેવું જાઈએ?’ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે વિપક્ષ ચૂપ નહીં રહે.વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ બળના ઉપયોગના મુદ્દા પર વિપક્ષ સંસદમાં ગૃહમંત્રી પાસેથી જવાબ અને માફીની માંગ કરી રહ્યું છે. આ મુદ્દા પર સંસદનું ચોમાસુ સત્ર ખોરવાઈ ગયું છે. હવે સરકાર આ મુદ્દા પર ચર્ચા માટે તૈયાર છે, અને ગૃહમંત્રી સંસદમાં જવાબ આપશે. આ દરમિયાન,એનડીએ સાંસદોએ ઝારખંડમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જનો મુદ્દો ઉઠાવ્યો છે.