સંખેડા પોલીસ મથક માંથી ભાગેલા આરોપીને બોડેલી કેનાલ પાસેથી દબોચી લીધો

સંખેડા પોલીસ સ્ટેશન માંથી થોડા દિવસ પહેલા ભાગેલો આરોપી આજે સંખેડા પોલીસના હાથે પકડાઈ ગયો છે.

પોલીસે બાતમીના આધારે બોડેલી કેનાલ પાસેથી આરોપીને પકડી પાડ્યો હતો. તેને સંખેડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પી.આઈ. જે.યુ. ગોહિલ દ્વારા આરોપી વિ‚દ્ધ કાયદેસરની કાર્યવાહી શ‚ કરવામાં આવી હતી.