જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન બાળલગ્ન નિષેધ, પોક્સો એક્ટ 2012, તથા ગુડ ટચ અને બેડ ટચ જેવા મહત્વપૂર્ણ વિષયો અંગે સમજ આપવામાં આવી હતી. એ સાથે કચેરી અંતર્ગત ચલાવાતી વિવિધ યોજનાઓ વિશે શાળાના બાળકોને માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમ અન્વયે જિલ્લા મહિલા અને બાળ અધિકારી, દહેજ પ્રતિબંધક અધિકારી સહિત કચેરી હસ્તકનાDHEW, OSC, 181 અભયમના સ્ટાફ હાજર રહ્યા હતા.