દે.બારીઆ શહેરમાંથી પસાર થતો માર્ગ અને મકાન વિભાગના રોડની હાલત કોણ દેખશે…?

ચોમાસામાં વરસાદી પાણીને લીધે રાજયમાં મોટાભાગના માર્ગો બિસ્માર હાલતમાં થઈ ચુકયા છે. તેની સમસ્યા દે.બારીઆમાં પસાર થતાં માર્ગની થવા 5ામી છે. હાલમાં નવા નિમાયેલા મંત્રઓને આદેશ કરાયો છે કે, તમામ માર્ગોની સમીક્ષા કરીને રિપોર્ટ મોકલાવે જેથી દે.બારીઆમાં પસાર થતા રોડની હજુ સુધી કોઈએ સમીક્ષા કરી નથી. જેથી માર્ગ મકાન વિભાગના વહીવટી કર્મચારીઓ કુંભ કર્ણની નિંદ્રામાંથી કયારે જાગશે તે મોટો સવાલ છે.

દાહોદમાં મેટ્રો સિટી બનાવવાના સપના દેખાડવામાં આવે છે. જિલ્લાના મેઈન માર્ગો ખાસ કરીને શહેરમાંથી પસાર થતાં માર્ગ જેનો ઉપયોગ ખાસ કરીને પાવાગઢના માઈ ભકતો કરે છે. વાહનચાલકો રીત સરની તોૈબા પોકારી ઉઠ્યા છે. તો આ બિસ્માર રોડની સમીક્ષા રિપોર્ટ ઉપર મોકલાશે ખરી…?આ પંથકના રોડ રસ્તાનુ નવીનીકરણ થાય તેવા પ્રયત્નો હાથ ધરાશે ખરા…?તેવી વાહનચાલકોની માંગ ઉઠવા પામી છે. હાલમાં રાજયના તમામ બિસ્માર રોડ રસ્તાઓનુ કાર્ય હાથ હાથ ધરાયુ હોય તો દે.બારીઆ શહેરના માર્ગ અને મકાન વિભાગ રોડ કયારે બનાવવામાં આવશે. હાલના બિસ્માર રોડ ઉપરથી વાહનોની અવર જવરથી ડસ્ટ(ધુળ)ના ગોટા રોડના સાઈડના મકાનો તથા દુકાનોમાં ઉડીને જાય છે. વટેમાર્ગુઓની શ્ર્વાચ્છોશ્ર્વાસ ના જરીએ તેમના શરીરમાં જવાથી જનતા પરેશાન છે.