સંખેડા તાલુકામાં પંચાયત વિભાગના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને ગત તા.૨ જુલાઈથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળને ૧૯ દિવસ કરતાં વધુ સમય વિતી ગયો હોવા છતાં જીલ્લા તંત્ર દ્વારા હજુ સુધી કોઈ હકારાત્મક કે વૈકલ્પિક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે તાલુકાભરમાં જાતિના દાખલાની કામગીરી ખોરંભે પડી છે.
આ સ્થિતિની સૌથી ગંભીર અને સીધી અસર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર પડી રહી છે. હાલમાં શાળાઓ અને કોલેજો શ થતાં શિષ્યવૃત્તિના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં જાતિનો દાખલો રજૂ કરવો અત્યંત અનિવાર્ય છે. જાતિના દાખલા વગર શિષ્યવૃત્તિની કામગીરી આગળ વધી શકતી નથી.
દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ હડતાળને કારણે તેમને ખાલી હાથે પરત ફરવું પડે છે. વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિના લાભથી વંચિત રહી જવાનો ભય સતાવી રહ્યો હોવાથી વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર તાત્કાલિક ધોરણે હડતાળનો ઉકેલ લાવે અથવા દાખલા કાઢી આપવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરે તેવી લોકમાગ ઉઠી છે.
જાતિના દાખલા કઢાવવાની સમસ્યા વકરી છે, તાત્કાલિક આ સમસ્યાનો હલ કરો હાલમાં શાળાઓમાં શિષ્યવૃત્તિની કામગીરી ચાલી રહી છે. તેના માટે જાતિનો દાખલો જરી છે. પંચાયતના તલાટી હડતાળ ઉપર છે. મામલતદાર- સંખેડાને પણ રજૂઆત કરી છે. જાતિના દાખલા માટે વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે. આ સમસ્યા સત્વરે હલ કરવી જોઈએ.:- કિરણભાઈ પટેલ, હરેશ્ર્વર…
રેવન્યુ કામગીરી રેવન્યુ તલાટીને જસોંપવામાં આવે તેવી માગ છે રેવન્યુ કામગીરી રેવન્યુ તલાટીને જ સોંપવામાં આવે તેવી માંગ સાથેતેઓ હડતાળ પર છે. જ્યારે જાતિના દાખલા માટે પેઢીનામાનીકામગીરી જરી હોવાથી તે અટકેલી છે. :- વિમલભાઇ પંડ્યા, પ્રમુખ,તાલુકા પંચાયત વિભાગ તલાટી મંડળ…