
છોટાઉદેપુર જીલ્લાના સંખેડા પંથકમાં ગત રાત્રે ભારે પવન, ગાજવીજ અને વરસાદ સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાત્રિના ૧૧ વાગ્યાની આસપાસ વાવાઝોડા સાથે ધીમી ધારે વરસાદ શ થયો હતો.
આ દરમિયાન ગામડી ચોકડી પાસે ભારે પવન ફૂંકાતા ગામડીથી બહાદરપુર જતા માર્ગ પર એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ રસ્તા પર પડવાને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને વાહનચાલકો અટવાયા હતા. સ્થાનિક વસાહતના લોકો દ્વારા તાત્કાલિક વૃક્ષને કાપવાની કામગીરી શ કરવામાં આવી હતી અને વાહનવ્યવહાર માટે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. ભારે ઉકળાટ અને અસહ્ય ગરમી બાદ વરસાદ અને પવનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.