
શેઠ એચ.એચ.શિરોલાવાલા હાઈસ્કૂલ, બોડેલી ખાતે ધોરણ-૧૦ પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પાલ યુનિવર્સિટી, વાઘોડિયા દ્વારા યોજાયો હતો.
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેઓએ પોતાના ભવિષ્યલક્ષી પ્રશ્નો પૂછી સંતોષકારક જવાબો મેળવ્યા હતા, જે તેમની કારકિર્દી પસંદગીમાં મદદપ થશે. આ પ્રસંગે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં, ધોરણ-૧૦માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રથમ ત્રણ તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.