
સંખેડા ખેતી બેંકની ચૂંટણીમાં ચાર ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. બેંકના શાખા અને જીલ્લા ડિરેક્ટરોની મુદત પૂર્ણ થતાં નવી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારી ફોર્મની ચકાસણી, ઉમેદવારી પાછી ખેંચવાની પ્રક્રિયા અને દાવેદારી બાદ ચિત્ર સ્પષ્ટ થયું હતું. આ પ્રક્રિયાના અંતે કુલ ચાર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા.

નહરીફ ચૂંટાયેલા ઉમેદવારોમાં પ્રતિનિધિ તરીકે નરહરીભાઈ ભગવાનભાઈ પટેલ અને પટેલ વિશાલ જગદીશચંદ્રનો સમાવેશ થાય છે. સભ્ય પદ માટે ભગત રમેશચંદ્ર દામોદરભાઈ અને વાસુદેવભાઈ અરવિંદભાઈ પટેલ પણ બિનહરીફ વિજેતા બન્યા છે.

આ ચૂંટણી માટે કુલ ૧૧ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા. શઆતમાં જીલ્લા પ્રતિનિધિ માટે ૫ અને શાખા પ્રતિનિધિ માટે ૬ ઉમેદવારો મેદાનમાં હતા. જોકે, ફોર્મ પાછા ખેંચાતા આ ચારેય ઉમેદવારોનો બિનહરીફ વિજય થયો. સહકારી બેંકની ચૂંટણીમાં ચાર પ્રતિનિધિઓ બિનહરીફ જાહેર થતાં સ્થાનિક સહકારી આગેવાનો અને સમર્થકો દ્વારા આ પરિણામને આવકારવામાં આવ્યું છે.