
સંખેડા તાલુકાના ભાટપુર નજીક ભિલોડિયા બ્રાન્ચ કેનાલ પાસે વિદેશી દારૂનો વેપલો શરૂ થયો છે. સંખેડા સહિત છોટાઉદેપુર જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ દ્વારા વિદેશી દારૂ ઉપર રીતસર તવાઈ જમાવાઇ રહી છે. ત્યારે સંખેડા તાલુકાના ભાટપુર પાસે આવેલ ભીલોડીયા બ્રાન્ચ કેનાલ નજીક વિદેશી દારૂનો વેપલો શરૂ થયો છે. ભાટપુર નજીક ભીલોડીયા બ્રાન્ચ કેનાલ પાસે ચાલતા દારૂના આ વેપલા પાસે ખુલ્લી જગ્યામાં દારૂની અને બિયરની ખાલી બોટલો પણ મોટી માત્રામાં છે. વિદેશી દારૂના ચાલતા આ વેપલાના સ્થળે કેમ કરીને પૈસા ચૂકવવાની વ્યવસ્થા પણ હોવાની ચર્ચા છે. એક બાજુથી પોલીસ દ્વારા વિદેશી દારૂના વેપલાને અટકાવવા માટે પ્રયાસ ચાલી રહ્યો છે. ત્યારે બીજી બાજુએ આ રીતે બેફામ રીતે વિદેશી દારૂનો વેપલો થઈ રહ્યો છે.