સંજેલી તાલુકામાં ડાંગરની ટેકાના ભાવે ખરીદી લંબાતા ખેડુતોની હાલત કફોડી

સંજેલી તાલુકામાં ચોમાસામાં વધુ વરસાદના કારણે ખેતી નિષ્ફળ નીવડી હતી. જે બાદ શિયાળુ પાક સારો જવાની આશાએ ખેડુતોએ મોંઘા ભાવનુ બિયારણ તેમજ ખાતરનો ઉપયોગ કરી વાવેતર કર્યુ હતુ. ત્યારે કમોસમી વરસાદે શિયાળુ પાક પણ નષ્ટ કરી દીધો હતો. ડાંગરના પોષણક્ષમ ભાવ વેપારીઓ પાસેથી નહિ મળતા ખેડુતોની હાલત કફોડી બની છે. આ ડાંગરના પાકની લણણી હાલમાં ચાલુ છે. પરંતુ સરકાર દ્વારા તા.10 ડિસેમ્બર બાદ ડાંગરની ખરીદી કરાશેનુ જણાવાઈ રહ્યુ છે. સંજેલી માર્કેટયાર્ડ દ્વારા કાળી પડેલી ડાંગરના મણના રૂ.250નો ભાવ આપવા છતાં કોઈ ખરીદદાર નથી. સંજેલીથી માત્ર બે કિ.મી.દુર આવેલ ચમારિયા ગામે એક ખેડુત આ જ ડાંગર રૂ.350ના મણના ભાવે ખરીદે છે. ત્યારે માર્કેટયાર્ડમાં ઓછા ભાવ બાબતે કૃષિમંત્રીને રજુઆત કરાઈ છે.