નસવાડી તાલુકામા સીસીઆઈ દ્વારા કપાસ ખરીદી સેન્ટર શરૂ ન કરાતા ખેડૂતો રૂા. 1500 કવિન્ટલે ખોટ ખાઈ ખાનગી વેપારીઓને કપાસ વેચવા મજબુર બન્યા છે. સીસીઆઈ સેન્ટર શરૂ કરવા ટેન્ડર બહાર પાડ્યું હતું. પરંતુ સર્વર ડાઉનને લઈ જીનરો ટેન્ડર ભરી ન શકતા પરિસ્થિતિ સર્જાઈ હતી. નસવાડી માર્કેટ ખેડૂતોના હિતને રાજ્ય કૃષિ મંત્રીને રજુઆત કરી છતાંય પરિણામ આવ્યું નથી.
બોડેલી ક્લેડીયા સંખેડા જેવા સેન્ટરો પર સીસીઆઈ કપાસ ખરીદી શરૂ કરી હોય તેવામા નસવાડીમા સીસીઆઈ કપાસ ખરીદી શરૂ ન કરતા ખેડૂતો નસવાડીમા રૂા. 1500 કવિન્ટલે ઓછા ભાવથી કપાસ વેચવા મજબુર બન્યા છે. ખેડૂતોને સીસીઆઈ કપાસ ખરીદી કરે તો રૂા. 8060 કવિન્ટલે ભાવ આપે છે. તો નસવાડી બજારમા રૂા. 6500 કવિન્ટલે ભાવ કપાસનો આપે છે. હવે નસવાડીમા સીસીઆઈ કપાસ ખરીદી શરૂ ન કરી હોઇ ખેડૂત ઓછા ભાવે કપાસ વેચવા મજબુર બન્યા છે.
નસવાડી ખેતીવાડી ઉત્પ્ન્ન બજાર સમિતિમાંથી મળતી માહિતી મુજબ નસવાડીમા સીસીઆઈનું સેન્ટર આપયું છે. પરંતુ ઓનલાઇન ટેન્ડર જે દિવસે ભરવાનું હતુ તે દિવસે ઓનલાઇન સર્વર ડાઉન હતું. જેને લઈ જીનરો ટેન્ડર ભરી ન શક્યા હોય જે બાબતે રાજ્ય કૃષિ મંત્રી સુધી એપીએમસી દ્વારા રજુઆત કરાઈ છે. છતાંય હજુ કોઈ પરિણામ મળ્યું નથી.
ઈઈઈં ખરીદી કરી કપાસ ક્લેડીયા મોકલી આપે તો સારૂ નસવાડી માર્કેટમા સીસીઆઈ કપાસ ખરીદી કરી જેતે ખેડૂતના વાહનો ક્લેડીયા તેમજ અન્ય જીનમા મોકલી આપે તોય ખેડૂતોને રૂા. 1500 ઓછા ભાવે કપાસ બજારમા વેચવો ન પડે. માર્કેટે આ બાબતે ધ્યાન આપવુ જોઈએ. રાજ્ય કૃષિ સહકાર મંત્રીને રજૂઆત બાદ પણ પરિણામ નહીં હાલની સરકાર એકબાજુ ખેડૂતના સારા હિતની વાતો કરતી હોય તો રાજ્ય કૃષિ મંત્રી નવા બન્યા હોય તો કૃષિ મંત્રી પણ નસવાડી તાલુકાના ખેડૂતોના હિતને લઈ તત્કાલ સીસીઆઈ કપાસ ખરીદી શરૂ કરે બાબતે ધ્યાન આપવું જોઈએ. છતાંય નસવાડી માર્કેટ દ્વારા સીસીઆઈ અમદાવાદ અને કૃષિ મંત્રીને રજૂઆત કર્યા ના કેટલાય દિવસો વીતે હજુ કોઈ પરિણામ ન મળતા જગતનો તાત મુશ્કેલીમા મુકાયો છે. તો નસવાડી માર્કેટ પ્રમુખ અને સત્તાધીશો સીધા ભાજપ સાથે જોડાયેલા હોય હોય છતાંય કેમ કોઈ ધ્યાન નથી આપતું એ વિચારવું રહ્યું.