રાજ્યસભામાં ગુજરાતમાંથી કેટલાક જાણીતા નેતાઓની કાર્યકાળ પૂર્ણ થશે

આ વર્ષની મહત્વપૂર્ણ રાજકીય ઘટના છે ૨૦૨૬માં યોજાવનારી રાજ્યસભા ચૂંટણી. દર છ વર્ષ પછી થતી આ ચૂંટણીમાં આ વખતે લગભગ ૭૨થી ૭૫ સભ્યો નિવૃત્તિ પામશે. આ વર્ષે મોટા પ્રમાણમાં સભ્યો જેઓ રિટાયર થવાના છે, તેમનું કાર્યકાળ ૨૧ જૂન, ૨૦૨૬ પર પૂર્ણ થાય છે. રાજ્યસભામાં આવનારા સમયમાં ગૃહના સમીકરણો બદલાશે અને કેન્દ્ર સરકાર માટે સંખ્યાબળ અને ગઠબંધન બંને મહત્વપૂર્ણ બની જશે.

આ વખતે ખાસ ધ્યાન ખેંચનારો મુદ્દો એ છે કે, ગુજરાતમાંથી પણ કેટલાક જાણીતા નેતાઓની કાર્યકાળ પૂર્ણ થાય છે. તેમાં રમિલા બારા (ભાજપ), નરહરી અમીન (ભાજપ) અને શકિતસિંહ ગોહિલ (કોંગ્રેસ) સામેલ છે. આ ત્રણેય સભ્યોનું કાર્યકાળ ૨૧ જૂન ૨૦૨૬ના પૂર્ણ થાય છે. તેમની જગ્યાઓ માટે નવા સદસ્યો ચૂંટાયા પછી રાજકીય સમીકરણોમાં ફેરફાર જાવા મળશે.

વર્તમાન સ્થિતિ મુજબ, રિટાયર થનારા સભ્યોમાં એનડીએ-૪૦,ઈન્ડિયા ગઠબંધન-૨૨ અને અન્ય પક્ષો-૧૦ છે. એક બેઠક હાલમાં ખાલી છે. જા આવનારી ચૂંટણીમાં એનડીએ વધારે સીટ જીતી શકે તો તેની સંખ્યા વધીને ૪૯ નજીક અથવા તેની ઉપર પહોંચી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આ વખતે એનડીએ માટે મીનિમમ ૯ બેઠકનો નેટ લાભ મળી શકે એવી શક્યતા છે, જે ગૃહમાં તેની સ્થિતિ મજબૂત કરી શકે છે.

રાજ્યસભાની ચૂંટણી સીધી જનતા દ્વારા નહીં થાય, પરંતુ રાજ્ય વિધાનસભાના ધારાસભ્યો દ્વારા મત આપીને થાય છે. એટલે તે રાજ્યની રાજકીય દશા પર આધારીત રહેશે. જે રાજ્યોમાં સત્તા પક્ષ ગઠબંધનમાં મજબૂત છે, ત્યાંથી વધુ સીટ મેળવવાની શક્યતા હોય છે. મહારાષ્ટ્ર  બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ખાસ કરીને ગુજરાત એનડીએ માટે મહત્વપૂર્ણ ભાગ બની શકે છે.

ગુજરાતની સ્થિતિ નોંધનીય છે, કારણ કે રાજ્યમાં ભાજપ એનડીએ ગઠબંધન મજબૂત છે અને વિધાનસભામાં બહુમતી છે. અહીંથી આવતા કેટલાક સીટ એનડીએ માટે લાભકારી રહી શકે છે, ખાસ કરીને જ્યારે આ વિસ્તારમાં ભાજપના માર્ગદૃર્શન અને સંગઠન મજબૂત છે. ગુજરાતમાંથી રિટાયર થનારા સભ્યોમાં બે ભાજપ સાંસદૃ છે અને એક કોંગ્રેસના છે, જેના કારણે જગ્યા માટેની લડતમાં રાજકીય દૃાવ-પેચ જોવા મળશે.

આ ચૂંટણી માત્ર સીટ માટેની લડત નહીં, પરંતુ ગૃહમાં કાયદૃાકીય વિધેયકો પસાર કરવા માટે પણ મહત્વપૂર્ણ છે. એનડીએને વધુ બેઠક મળે તો તે કાયદૃાકીય સુધારા આગળ વધારવામાં મદૃદૃ‚પ પુરવાર થશે. બીજી બાજુ,ઇન્ડિયા ગઠબંધન માટે સંખ્યાબળ જાળવવું પડકાર‚પ બની શકે છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, રાજ્યસભા ૨૦૨૬ પછી એનડીએ-ઈન્ડિયા ગઠબંધનની દશા સમગ્ર દેશના રાજકીય દૃશ્યને અસર કરશે. મોટા રાજ્યોમાંથી મળનારા પરિણામો કેન્દ્ર-રાજ્ય સંબંધો, કાયદાકીય પ્રક્રિયા અને નીતિ નિર્ણયો પર અસર પહોંચાડશે. કુલ મળી, રાજ્યસભા ૨૦૨૬ની ચૂંટણી એનડીએ માટે લાભદાયક સાબિત થઈ શકે છે અને ગુજરાતની સ્થિતિ તેમાં મહત્વપૂર્ણ સ્તંભ તરીકે દેખાશે. બેઠકોના પરિણામો દેશભરના રાજકીય માહોલમાં તીવ્ર ચર્ચા અને દાવ-પેચને નવા સમીકરણોમા મૂકી શકે છે.