
શહેરના રણછોડનગર શેરી નંબર ૧માં ૧૪૦ કિલો ચાંદાના દાગીનાની ચોરી થઈ છે. તસ્કરો રાત્રીના સમયે અતુલભાઈ પટેલ નામના વેપારીના ઘરમાં ઘૂસીને ચાંદાના દાગીના ચોરી ગયા છે. અતુલભાઈ પટેલ નામના વેપારીએ આ અંગે ધારાસભ્ય ઉદય કાનગડને જાણ કરી છે. ઘટનાની ત્વરિત પોલીસને જાણ કરવામાં આવી છે. આ ચાંદીની મસમોટી રકમની ચોરીમાં ડીસીપી ક્રાઈમ, બી ડિવિઝન પોલીસ, ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાયા હતા.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, મંગળવારે મોડી રાતે તસ્કરો રાતના સમયે અતુલભાઈ પટેલના ઘરમાં ઘૂસીને ચાંદીના દૃાગીના ચોરી ગયા હતા. તેમને આ અંગેની જાણ આજે બુધવારના (ચોથી ફેબ્રુઆરી) રોજ થઈ હોવાનું સામે આવી રહૃાું છે. વેપારીએ આ અંગે ધારાસભ્ય ઉદય કાનગડ અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
હાલ સોના-ચાંદીમાં અનેકગણી તેજી આવી રહી છે. ત્યારે ચાંદીનો એક કિલોનો ભાવ ૨.૮૦ લાખ રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે. ત્યારે ૧૪૦ કિલો ચાંદીની િંકમત કરોડોમાં હોવાનું માનવામાં આવી રહૃાું છે. જે વિસ્તારમાં ચોરી થઈ છે તે વિસ્તારમાં ચાંદીના કામકાજ થતા હોય છે. અહીં ચાંદીની વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે. આ મસમોટી ચોરીની ઘટના સામે આવતા આખા ચાંદી બજારમાં ફફડાટ મચી ગયો છે. ત્યારે પોલીસે વિવિધ ટીમો બનાવીને સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે સીસીટીવી કેમેરાની મદૃદૃથી પણ તપાસ ચાલી રહી છે.