
કચ્છ જિલ્લાના રાજકારણમાં જાણીતો ચહેરો અને રાપર બેઠકના પૂર્વ ધારાસભ્ય તેમજ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ પંકજભાઈ મહેતાએ પોતાના જ વિશ્વાસુ ડ્રાઈવર સામે ચોરીની ગંભીર ફરિયાદ નોંધાવી છે. આ મામલે ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.
ફરિયાદ અનુસાર, ગત ૧ ફેબ્રુઆરીથી ૪ ફેબ્રુઆરી દરમિયાન આ ચોરીની ઘટના બની હતી. પૂર્વ ધારાસભ્યની ગાડીમાંથી રોકડ રકમ ૪૦,૦૦૦ તેમજ જમીનને લગતા અગત્યના દસ્તાવેજો અને હિસાબની ડાયરી ધરાવતી બેગની ચોરી થઈ હતી. પંકજ મહેતાએ શંકાના આધારે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે આ કૃત્ય તેમના ડ્રાઈવર મનસુખે
આ કેસમાં સૌથી આઘાતજનક બાબત એ છે કે આરોપી મનસુખ છેલ્લા ૧૫ વર્ષથી પંકજ મહેતાની ગાડી ચલાવતો હતો. દોઢ દાયકા જૂના આ સંબંધો અને વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી ડ્રાઈવરે ચોરીને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. રાજકીય અગ્રણીની અંગત વિગતો અને કિંમતી કાગળો ડ્રાઈવર પાસે હોવાથી આ મામલો વધુ સંવેદનશીલ બન્યો છે.
આરોપ લગાવ્યો છે કે ડ્રાઈવર મનસુખે અગાઉ પણ પંકજભાઈ મહેતાનું કાર્ડ ચોરીને એટીએમમાંથી ૮૦,૦૦૦ ઉપાડી લીધા હતા. આ અગાઉની ઘટના છતાં વિશ્વાસના નાતે કદાચ કડક પગલાં લેવાયા ન હતા, પરંતુ ફરીવાર મોટી ચોરી થતા હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને દસ્તાવેજો રિકવર કરવાના પ્રયાસો ચાલુ છે.