બનાસકાંઠા ડીસા-થરાદ રોડ પર થયેલા અકસ્માતમાં એકનું મોત થયું

ડીસા-થરાદ રોડ પર રામપુરા નજીક કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. કારચાલકે અડફેટે લેતા બાઇક ચાલકનું મોત નીપજ્યું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તેમા કંપારીપૂર્વકની ઘટના દૃેખાય છે. આ ઘટના બતાવે છે કે કારચાલકો કેટલી બેદરકારીથી વાહન ચલાવે છે અને તેની સામે ટુ-વ્હીલર ચાલકો પણ કંઈ ઓછા નથી તે સ્પષ્ટ દૃેખાઈ આવે છે. આમ એકની બેદરકારી અને બીજાની નિષ્કાળજીએ એકનો ભોગ લીધો છે.

બનાસકાંઠામાં અકસ્માતના પગલે તરત જ આજુબાજુના લોકો દૃોડી આવ્યા હતા. તેમણે બાઇક ચાલકને બચાવવા માટે ૧૦૮ પણ બોલાવી હતી. પણ એમ્બ્યુલન્સ હોસ્પિટલ લઈ જાય તે પૂર્વે જ બાઇકચાલક નું મૃત્યુ થયુ હતુ. ડોક્ટરોએ બાઇક ચાલકને મૃત્યુ પામેલા જાહેર કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું પંચનામુ કરીને બાઇક ચાલકના મૃતદૃેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. તેની સાથે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ પણ કબ્જે કર્યા છે. તેના પરથી કારચાલકને પકડી લેવાશે તેવો વિશ્ર્વાસ પણ વ્યક્ત કર્યો છે.

આ અકસ્માતમાં બંનેમાંથી કોઈએ પણ થોડી સાવધાની રાખી હોત તો આજે એક વ્યક્તિ જીવતો હોત. ફક્ત એક સામાન્ય બેદરકારીએ એક હસતા રમતા કિલ્લોલ કરતાં પરિવાર રોતું કરી લીધું છે. બાઇકચાલક તો આમ પણ બેફામ હોય છે, પરંતુ મોટા વાહન તરીકે કારચાલકે થોડી ઘણી પણ જવાબદૃારી દૃર્શાવી હોત તો આજે તેના માથે હત્યાનું પાપ ન હોત. આ અકસ્માતના કારણે મૃતક યુવાનના કુટુંબમાં રોક્કળ મચી ગઈ છે. તે કુટુંબનો એકમાત્ર કમાનાર હતો. તે કુટુંબનો આધાર હતો.

એક ગોઝારા અકસ્માતના લીધે એક કુટુંબને રસ્તા પર આવી ગયુ છે. વાહન ચલાવવામાં થોડી ઘણી બેદૃરકારી કેવી જીવલેણ નીકળી શકે છે તેનો પુરાવો આ અકસ્માત છે. અકસ્માતમાં કોઈનો જીવ જાય ત્યારે ફક્ત જીવ જ નથી જતો, પરંતુ આખું એક કુટુંબ નોંધારુ થઈ જાય છે. મૃત્યુ પામનાર વ્યક્તિ કુટુંબનો આધાર હોય છે. કુટુંબનો આધાર જ હટી જતાં કુટુંબની સ્થિતિ અત્યંત કફોડી થઈ જાય છે.

આ અગાઉ બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ રામજીયાણી પાટિયા પાસે નેશનલ હાઇવે પર સર્જાયેલા દૃર્દૃનાક અકસ્માતમાં રાજસ્થાનથી આવતી કારે રોડ બાજુએ ઉભેલાદાદા અને પૌત્રને ફૂટબોલની જેમ ફંગોળતા બંનેના ક‚ણ મોત નીપજ્યા છે. માતેલા સાંઢની જેમ આવેલી કારે દાદા-પૌત્રને ઉડાવ્યા તે સમગ્ર ઘટના ફાર્મ હાઉસના સીસીટીવી કેમેરામાં પણ કેદૃ થઈ છે.

પોલીસે આ સીસીટીવી કેમેરાના સથવારે કારચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ અમીરગઢ રામજીયાણી પાટીયા પાસે નેશનલ હાઇવે પર એક પૂરપાટ આવતી કારે પૌત્ર અને દૃાદૃાને ઉડાવી દૃીધા છે. જે બાદૃ રામજાણીના દૃાદૃા અને પૌત્રને ગાડીએ અડફેટે લેતા બંનેના મોત નીપજ્યા છે. દૃાદૃા અને પૌત્રની પાછળ ત્રીજુ બાળક પણ દૃોડી રહૃાુ હતુ. જોકે, તે આ લોકો પાસે પહોંચે તે પહેલા જ કારે દૃાદૃા-પૌત્રને ઉડાવી દૃીધા હતા. જેથી ત્રીજા બાળકનો આબાદૃ બચાવ થયો છે.

અમીરગઢ પોલીસે કાર ચાલકની અટકાયત કરી લીધી છે. જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના ત્યાં આવેલા ફાર્મ હાઉસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. આ સીસીટીવી ફૂટેજ જોઇને કોઇને પણ ધ્રુજારી છૂટી શકે છે.